Laxmi puja on Friday in Shravan maas
  • Home
  • Astrology
  • શ્રાવણ માસના શુક્રવારે કરો આ રીતે લક્ષ્મી પૂજા, ધન-ધાન્યની ખામી થઈ જશે દૂર

શ્રાવણ માસના શુક્રવારે કરો આ રીતે લક્ષ્મી પૂજા, ધન-ધાન્યની ખામી થઈ જશે દૂર

 | 9:01 pm IST

પવિત્ર શ્રાવણ માસમાં કોઈપણ શુક્રવારે શિવજીની સાથે સાથે જો લક્ષ્મી પૂજા કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ફળ આપે છે. લક્ષ્મીના પણ આઠ સ્વરૂપ છે તેમાથી ધનલક્ષ્મી દરેક વ્યક્તિ માટે મહત્વની હોય છે. તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ ખાસ છે. કારણ કે તે છે શ્રાવણ માસનો શુક્રવાર.

કેટલાક લોકોની આવક સારી હોય છે પરંતુ તેમના અનેક પ્રયત્નો છતા લક્ષ્મીજી તેમના ઘરમાં સ્થિર થતાં નથી. એટલે કે તેઓ અઢળક આવક છતાં બચત કરી શકતાં નથી. આવા લોકો જો શ્રાવણ માસના શુક્રવારે આ ઉપાય કરે તો તેમના ઘરમાં લક્ષ્મીજી સ્થાયીવાસ કરે છે. શુક્રવારે ધનલક્ષ્મીની પૂજાનું અનેરું મહત્વ છે. દેવી લક્ષ્મી ખાસ પ્રકારની પૂજાથી ઝડપથી પ્રસન્ન થાય છે. આ પૂજા માટે શુદ્ધ પાણી, દૂધ, દહીં, મધ, ઘી, જનોઈ, ધૂપ, ચંદન, કમળકાકડી જેવી સરળતાથી મળી જતી સામગ્રીની જરૂર પડે છે.

શુક્રવારે સંધ્યા સમયે સફેદ કપડાં પહેરી અને કોઈપણ શિવ મંદિરમાં જવું અથવા તો ઘરમાં પારદ શિવલિંગની પૂજા કરવી. ઘીનો દીવો કરવો અને ઉત્તર દિશા તરફ મુખ રાખી 108 વાર નીચે આપેલા મંત્રનો જાપ કરવો. જાપ માટે ચંદનના પારાની માળાનો ઉપયોગ કરવો.

મંત્ર
ॐ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુપત્ન્યૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત્

આ અત્યંત સરળ ઉપાય પણ તમને એવું પરિણામ આપશે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. તમે અનુભવશો કે તમારા ઘર-પરિવારમાંથી ક્લેશનો નાશ થઈ જશે અને ધન-ધાન્યની વર્ષા તમારા પર અવિરત વરસતી રહેશે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શિવભક્તો પાસે લક્ષ્મીકૃપા હોતી નથી. પણ એવું નથી લક્ષ્મીજીએ શિવજીના બહેન છે. શ્રાવણ માસમાં શુક્રવારે  કરેલું લક્ષ્મી પૂજન અતિ લક્ષ્મી આપે છે.