know here Muhurt of Dhanteras, Devi Laxmi will give blessing
  • Home
  • Astrology
  • ધનતેરસે આ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજન, થઈ જશો ધનવાન

ધનતેરસે આ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજન, થઈ જશો ધનવાન

 | 12:03 pm IST

સોમવારે ધન તેરસે મહાલક્ષ્મી માતાજીના પૂજન સાથે ધનવન્તરીનું પૂજન કરાશે. કઠોળ ખાવા સાથે તેને પચાવવા સહિત આરોગ્યની સારસંભાળ માટે અભ્યંગસ્નાન કરવાનું આ દિવસે વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું રહે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. તેથી જ ઔષધીના દેવી ધનવંતરીદેવીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમની પાસે રહેલા અમૃત કુંભમાંથી આ સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત થાય અને લોકોને સુખાકારી સાથે સારું સ્વાસ્થ્ય પ્રદાન થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. જે અષ્ટ લક્ષ્મી છે તેમાં સ્વાસ્થ્યને પણ ધન ગણવામાં આવ્યું છે. તેથી દેવી લક્ષ્મીની સાથે ધનવંતરી દેવીની પૂજા કરવી અતિ આવશ્યક છે.

જ્યારે ધનના દેવી લક્ષ્મીની કૃપા વગર તો આ સમયમાં એક કલાક પણ ગાળવો મુશ્કેલ થઈ જાય. માતા લક્ષ્મી શુભ સ્વરૂપે ઘરમાં ચિરકાળ વાસ કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. દેવી હમેંશા ઘરમાં ભંડારો ભર્યા રાખે, ઘરમાં કશી વાતે કમી ન રહે તે પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં જે કઈં ધન હોય તેની પૂજા કરવામાં આવે છે.  ધનતેરસના દિવસે સ્થિર લગ્ન મુહૂર્તમાં પૂજા કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમી વાસ થાય છે.

ધનતેરસની પૂજા દરમિયાન સૌ પ્રથમ ગણેશજીનું પૂજન કરવું જોઈએ. તે પછી સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ. સાથે કુબેર અને વિષ્ણુ નારાયણનું પૂજન કરવામાં આવે છે. સાથોસાથ દેવી ધનવંતરીનું પૂજન કરવામાં આવે છે.

વિધ્ન વિનાશક ગણેશજીની પૂજા માટે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવો જોઈએ. આ પૂજાથી ગણેશજી ખુબ જ પ્રસન્ન થાય છે. સર્વ પ્રકારે મંગળમય અને શુભ થાય તેવા આશીર્વાદ મળે છે. ગણેશજીને દૂર્વા ચઢાવાય છે. નાગરવેલનું પાન ખાસ અર્પણ કરવામાં આવે છે.

દેવી લક્ષ્મીની પૂજામાં શ્રીસુક્તમ્, કનકધારા સ્તોત્રમ્ કે  પછી મહાલક્ષ્મ્યાષ્ટકમ્ નો પાઠ કરવામાં આવે છે. દેવી લક્ષ્મીને હળદર- કંકુ અને લાલ ફૂલ તેમજ કમળની પોયણીઓના હારથી પૂજન કરવામાં આવે છે.

સરસ્વતીની પૂજા માટે યા કુંદેતુતુસારહાર ધવલા યા શ્વેત પદ્માસના… સ્તોત્ર કરવામાં આવે છે.  ૐ રીમ્ નમઃ ના 1008 મંત્રો કે તેથી વધું જાપ કરવામાં આવે છે. દેવીને સફેદ વસ્તુ, રસગુલ્લા, કેળા માવાની બરસી જેવી વસ્તુઓ ધરાવવામાં આવે છે.

ધનતેરસની કથા
સમુદ્ર મંથન દરમિયાન શ્રી હરિ વિષ્ણુના અંશ રૂપે ધન્વંતરિ હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. એટલે ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાની પણ પ્રથા છે. ચાંદીને ચંદ્રમાનું પ્રતીક મનાય છે, જે શીતળતા અર્પે છે. જો આપણે ચંદ્રમાને એકાગ્રચિત્તે જોઈએ તો મન શાંત અને ક્લેશ રહિત થાય છે. શાંત મનમાં જ સંતોષ વસે છે, જેને ભૌતિક સંસાધનોની ચમક દમક પ્રભાવિત નથી કરતી. જો ચાંદી ખરીદવી શક્ય ન હોય તો નાનું મોટું વાસણ ખરીદો.

મુહૂર્તઃ
નિત્ય પૂજા માટેઃ સોમવારે સવારે 6.10થી 8.06 સુધી

વિશેષ પૂજા માટેઃ ધનતેરસે લક્ષ્મીપૂજન માટેનાં શુભ મુહૂર્ત

સવારે ૬.૫૦ મિનિટથી ૮.૧૦ સુધી,

૯.૩૫ મિનિટથી ૧૦.૫૫ સુધી,

બપોરે ૧૨.00 મિનિટથી ૧૨.૪૦ સુધી,

૧૩.૫૦ મિનિટથી ૧૯.૩૦ સુધી

૨૨.૫૦ મિનિટથી  ૨૪.૧૫ સુધી

ધનતેરસના દિવસે સ્થિર લગ્નનો સમય મુહૂર્ત

સવારના 7.33 મિનિટથી 9.47 મિનિટ સુધી

બપોરે 1.43 મિનિટથી 3.19 મિનિટ સુધી

સાંજના 6.37 મિનિટથી 7.37 મિનિટ સુધી