જમતાં પહેલાં જંક ફૂડ ખાશો તો થશે સેક્સની 'આવી' ગંભીર બીમારી - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • જમતાં પહેલાં જંક ફૂડ ખાશો તો થશે સેક્સની ‘આવી’ ગંભીર બીમારી

જમતાં પહેલાં જંક ફૂડ ખાશો તો થશે સેક્સની ‘આવી’ ગંભીર બીમારી

 | 6:59 pm IST

તમે જોયું હશે કે કેટલાકને ઊંધમાં ચાલવાની ટેવ હોય છે, તો કેટલાકને બબડવાની આદત હોય છે. એક આવો જ રોગ બીજો પણ જોવામાં આવ્યો છે જેનું નામ ‘સેક્સોમેનિયા’છે. આ રોગના દર્દીઓને ઊંધમાં જ સેક્સ કરવાની આદત હોય છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, દસમાંથી એક બ્રિટિશ સેક્સોમેનિયાનો શિકાર છે. આ સર્વે બ્રિટનના 13,000 લોકો પર કરવામાં આવ્યો હતો. તેમાં એ પણ જાણવા મળ્યું હતું કે, દસમાંથી એક બ્રિટિશ નાગરિક ઊંઘમાં જ ટોઈલેટ પણ જઈ આવે છે, જેની તેને ખબર પણ નથી હોતી. વળી, સાતમાંથી એક વ્યક્તિએ માન્યું હતું કે, તેને ઊંઘમાં જ પેરાલિસિસનો અનુભવ થાય છે અને દસમાંથી એકે તો પોતે ઊંઘમાં જ શ્વાસ લેવાનું બંધ કરી દે છે તેવું કબૂલ્યું હતું.

આ સાથે અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે, ઊંઘમાં ચાલનારા 16 ટકા લોકો તો ઊંઘમાં જ નાસ્તો કરી લે છે. એક અહેવાલ અનુસાર ઊંઘમાં જ સેક્સનો અનુભવ કરનારી મહિલાઓ ઊંઘમાં હસ્તમૈથુન કરી લે છે. વળી, આ રોગના શિકાર લોકોને ઊંઘમાં સમસ્યાની પણ ફરિયાદ હતી. સંશોધકોએ આ રોગ માટે આજની લાઈફસ્ટાઈલ તેમજ જમતા પહેલા જંક ફૂડ અને દારૂ પીવાની આદતને કારણભૂત ગણાવી હતી.