અમદાવાદમાં આ રસ્તાઓ 18 મહિના સુધી રહેશે બંધ, ભૂલથી પણ ન જશો, નહિં તો થઈ જશો હેરાન - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં આ રસ્તાઓ 18 મહિના સુધી રહેશે બંધ, ભૂલથી પણ ન જશો, નહિં તો થઈ જશો હેરાન

અમદાવાદમાં આ રસ્તાઓ 18 મહિના સુધી રહેશે બંધ, ભૂલથી પણ ન જશો, નહિં તો થઈ જશો હેરાન

 | 9:25 am IST

અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. જ્યારે શહેરીજનોને કોઈ સુવિધા જોઈતી હોય તો થોડો સમય મુશ્કેલી તો વેઠવી જ પડે છે. તે અનુસાર અમદાવાદમાં આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આજથી 18 મહિના સુધી આ રસ્તાઓ બંધ રહેશે. માટે આ રસ્તાઓ પર ભૂલથી પણ ન જશો. નહિં તો તમારા ડેસ્ટિનેશન પર પહોંચવામાં મુશ્કેલી તો પડશે. અને સમય બગડશે તે અધુરામાં પૂરું.

મેટ્રો રેલની કામગીરીને લઈને ચારથી વધું મોટા રોડ બંધ કરવામાં આવ્યા છે. જેમાં નારણપુરા ક્રોસિંગથી નવજીવન પ્રેસ સુધીનો રોડ બંધ રહેશે. આ 18 મહિના સુધી આ રોડ બંધ રહેશે.  આ ઉપરાંત કોમર્સ સ્ટેડિયમ અને વિજય ચાર રસ્તા રોડને નો પાર્કિગ ઝોનમાં સામેલ કરવામાં આવ્યો છો. વિજય ચાર રસ્તા અને કોમર્સ ચાર રસ્તાનો ઉપયોગ માત્ર સ્થાનિક રહિશો માટે જ કરવા દેવામાં આવશે. આ બંને માર્ગો પર સરકારી વાહનો સિવાય અન્ય કોઈ વાહનો પાર્ક નહિં કરી શકાય. મા અનંદમયી ચોકથી ચિરાગ મોટર્સ ચાર રસ્તાનો એક  સાઈડનો રોડ બંધ રહેશે. આ એક સાઈડનો રોડ આગામી 12 મહિના બંધ રહેશે. બેઝમેન્ટ પાર્કિંગના વ્યવસાયિક હેતુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જો આ રસ્તાઓ પર આપ નિકળતા હોય કે નિકળવાના હોય તો આ સમયગાળામાં ભૂલથી પણ ન નિકળશો નહિં તો થઈ જશો હેરાન.