For happiness should be ready to do five things says chanakya
  • Home
  • Astrology
  • આ પાંચ વસ્તુઓમાં કંજુસાઈ કરવાથી દુઃખ સિવાય કશું જ નથી મળતું: ચાણક્ય

આ પાંચ વસ્તુઓમાં કંજુસાઈ કરવાથી દુઃખ સિવાય કશું જ નથી મળતું: ચાણક્ય

 | 8:00 pm IST

રાજકીય વિદ્ધતાથી ભરપપર આચાર્ય ચાણક્ય કેટલીક વસ્તુઓમાં કંજુસાઈ ન કરવાનું કહે છે કે તો કેટલીક વસ્તુઓમાં કંજુસાઈ કરવાનું કહે છે. આચાર્ય કહે છે કે કેટલાંક કામ દિલ ખોલીને કરવી જોઈએ. જાણો એવા ક્યાં છે કામ જે કરવા જોઈએ જેના કરવાથી થાય છે લાભ, જો તેમાં કંજુસાઈ કરવામાં આવે તો મળે છે દુઃખ.

1. મીઠી વાણી
મીઠી વાણી એટલે કે તમામને સાથે રાખીને ચાલવાની વાત. જો મીઠી વાણી રાખવામાં કંજૂસાઈ કરવી યોગ્ય નથી. તેનાથી તમારી લાભ બદલે હાનિ થાય છે. જ્યારે પ્રેમથી વાત કરવામાં તમારી લોકપ્રિયતામાં વધારો થાય છે.

2.સુપાત્રને દાન
જરૂરિયાતમંદોને શક્ય એટલું દાન કરો. તેમાં કંજુસી કરવાથી શુભ મળ્યું નથી. ઈશ્વરે આપ્યું છે તો સુપાત્રને દાન કરવું જોઈએ. ધન સંપત્તિમાં ક્યારેય કમી આવતી નથી. પણ દાન આપવાથી ધનની વૃદ્ધિ થાય છે.

3. વિદ્યાપ્રાપ્તિ
જ્ઞાનની પ્રાપ્તિમાં ક્યારેય કંજુસાઈ ન કરવી જોઈએ. ન તો જ્ઞાન દેવામાં કંજુસાઈ કરવી જોઈએ. જો આપણી મદદથી કોઈ વ્યક્તિના જીવનને નવી રાહ મળે તો તે એક પુણ્યનું કામ છે. સાથે જ જ્યાંથી જ્ઞાન મળતું હોય તેને પ્રાપ્ત કરી લેવું જોઈએ.

4. કામ કરવામાં દિલ દગડાઈ કરવી કે કામચોરી કરવી
આપણે કોઈ કામ કરવામાં કામચોરી ન કરવી જોઈએ કે ન તો નાનપ ભોગવવી જોઈએ. કામ એ કામ છે. સતત મહેનત કરતા રહેવાથી તેમાં નિપુણતા પ્રાપ્ત થાય છે.

5. ખાવા અને ખવડાવવામાં..
આચાર્ય કહે છે કે કોઈ ભૂખ્યો મળે તો તેને જમાડવો જોઈએ. જેજો તમારા ઘરમાં કે તમારા પડોશમાં કોઈ વ્યક્તિ જમ્યા વગરની હોય તો તેને જમાડો. જો તમને ખબર હોય કે કોઈ વ્યક્તિ ભૂખ્યું છે તો તેને ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી આત્માને ખુશી મળે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો કંજુસાઈને ભૂલીને ખાવ અને કોઈને ખવડાવો. જ્યોતિષશાસ્ત્રમાં પણ ખાવા અને ખવડાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કહેવાય છે કે કોઈને ખાવા અને ખવડાવવાથી રાહુદોષ શમે છે. શુભ ફળની પ્રાપ્તિ થાય છે.