સ્ત્રીની આંખમાં આંસુ લાવનારના જીવનમાંથી ક્યારેય દૂર નથી થતી દરિદ્રતા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સ્ત્રીની આંખમાં આંસુ લાવનારના જીવનમાંથી ક્યારેય દૂર નથી થતી દરિદ્રતા

સ્ત્રીની આંખમાં આંસુ લાવનારના જીવનમાંથી ક્યારેય દૂર નથી થતી દરિદ્રતા

 | 11:04 am IST

હિંદૂ ધર્મમાં સ્ત્રીને સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. તેની શક્તિની સરખામણી દેવી દુર્ગા સાથે થાય છે. પરંતુ વર્તમાન સમયમાં ઘણી એવી ઘટનાઓ બનવા લાગી છે જેમાં સ્ત્રીનું અપમાન કરવામાં આવે છે. તેના અસ્તિત્વ અને મહત્વને ધ્યાનમાં ન લેનાર લોકો સ્ત્રીને અપમાનિત કરી તેના પર હાથ ઉપાડવામાં પણ અચકાતાં નથી. સમાજમાં સ્ત્રીને નબળી અને દયાને પાત્ર ગણવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અને ગ્રંથોમાં સ્ત્રીઓનું માન-સન્માન કરવાની વાતને મહત્વ આપવામાં આવ્યું છે.

પ્રકૃતિમાં એકમાત્ર સ્ત્રી જ છે જે બીજા જીવનને જન્મ આપી શકે છે. આ વાત જ તેના મહત્વને દર્શાવી દે છે. ભગવાને પણ જેને મહત્વ આપ્યું છે તે સ્ત્રીને દુ:ખી કરનાર અને તેનું અપમાન કરનાર વ્યક્તિનું જીવન દરિદ્રતા અને તંગહાલીમાં પસાર થાય છે. ઘરમાં આવનાર નવી વહૂ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, જે વ્યક્તિ પોતાના ઘરે આવનાર પરિણીતાને દુ:ખી કરે છે તેનું જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે.

આપણાં ધર્મમાં મોટા ભાઈની પત્ની એટલે કે ભાભીને માં સમાન ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પોતાની ભાભી સાથે ખરાબ વર્તન કરે છે તો તે પણ પોતાના પાપમાં વૃદ્ધિ કરે છે. આવા લોકો પોતાના જીવનમાં નર્ક સમાન યાતના ભોગવે છે.

ભાઈની રક્ષા માટે દિવસ-રાત પ્રાર્થના કરતી બહેનના સુખની જવાબદારી ભાઈની હોય છે. જો ભાઈ પોતાની બહેનને કષ્ટ આપે કે તેને દુ:ખ થાય તેવા કામ કરે તો તેને ભગવાન પણ માફ કરતાં નથી.

જે પોતાના ઘરની દિકરી સાથે મારપીટ કરે તેને કષ્ટ આપે તે વ્યક્તિ પણ ક્યારેય સુખી નથી રહી શકતી. આવા લોકોથી માતા લક્ષ્મી દૂર જ રહે છે. દિકરીની આંખમાંથી પડતાં આંસુ તેના જીવનમાં સમસ્યાઓનો વધારો કરી શકે છે.