Do not keep these things in the bedroom by mistake
 • Home
 • Astrology
 • બેડરૂમમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખશો નહીંતો થશે મોટુ નુકસાન

બેડરૂમમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખશો નહીંતો થશે મોટુ નુકસાન

 | 8:00 am IST

Do not keep these things in the bedroom by mistake

આપણે આપણા ઘરના ઇન્ટીરિયરની અને ઘરની સુંદરતા વધારવા માટે ઘરમાં સુંદર ચિત્રો લગાવતાં હોઇએ છીએ. આ ચિત્રો અલગઅલગ આકારનાં, અલગઅલગ સાઇઝનાં, રંગીન, બ્લેક એન્ડ વ્હાઇટ. એવાં કેટલાંય ચિત્રો આ અલગ અલગ પ્રકારનાં ચિત્રોની અસર આપણાં મન ઉપર પણ થતી હોય છે. આ ચિત્રો આપણા મન ઉપર સારી અને ખરાબ બંને પ્રકારની અસર કરવા સક્ષમ છે.

ક્યારેક આ ચિત્રો ભાગ્યને પ્રભાવિત કરે છે તો ક્યારેક આ ચિત્રો ભાગ્યને તકલીફ પણ પહોંચાડે છે. જેમ કે, જો તમે તમારા ઘરમાં હિંસક પશુઓનાં ચિત્રો લગાવશો તો પરિવારના સભ્યોમાં કારણ વગરનો ગુસ્સો ઉત્પન્ન થશે. પરિવારમાં નાનીનાની બાબતે ઝઘડા થવા લાગ્યા હોય તો જોઇ લેવું કે તમારા ઘરના કોઇપણ ખૂણામાં હિંસક પશુનું ચિત્ર તો નથીને? આ જ રીતે ઘરમાં કેવાં ચિત્રો લગાવવાં અને તે શું શું અસર કરશે તે વિશે વિસ્તારે વાત કરીએ.

કેવાં ચિત્રો ઘરમાં લગાવવાથી ઘરમાં પ્રેમ બની રહે  

દરેક વ્યક્તિએ પોતાના બેડરૂમમાં પ્રેમાળ કપલનાં ચિત્રો, ખુશ થતાં હોય એવી જોડીનાં ચિત્ર કે પોતાનાં લગ્નસમયના ફોટા લગાવવા જોઇએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે હંમેશાં પ્રેમ બની રહે છે.

 • પતિ-પત્નીનો સંયુક્ત ફોટો હંમેશાં પોતાના ઘરમાં લગાવવો જોઇએ. ઘરમાં કોઇ એક ખૂણે તમને જ્યાં ગમે ત્યાં પત્ની-પતિનો ફોટો લગાવવો જોઇએ.
 • તમારાં માતા-પિતા અને ભાઇ-બહેનના ફોટા જો ઘરમાં લગાવવા માંગતા હોવ તો ઉત્તર દિશા તરફ લગાવવા જોઇએ.
 • કોઇ મૃત વ્યક્તિનો ફોટો ઘરમાં લગાવવો હોય તો તેને હંમેશાં દક્ષિણ દિશામાં લગાવવો જોઇએ.
 • ઘરના ડાઇનિંગ એરિયામાં સુંદર હંસનું ચિત્ર અથવા તો પોતાના સંયુક્ત પરિવારનો એક ફોટો લગાવવો જોઇએ. આમ કરવાથી પરિવારના સભ્યોના સંબંધોમાં મધુરતા બની રહેશે.

પૂજા માટે કઈ રીતે ચિત્ર લગાવવાં? 

 • ઘરની પૂર્વ દિશામાં પૂજા-ઉપાસના માટે તમે માનતા હોવ તે દેવી-દેવતાનો ફોટો લગાવવો જોઇએ. એ સિવાય તમે જેને ગુરુ માનતા હોવ તેમનો ફોટો પણ લગાવી શકો છો.
 • ઘરમાં લગાવવામાં આવતા દરેક ચિત્રો સ્પષ્ટ સમજાય તેવા અને સાફ હોવા જરૂરી છે.
 • બાળકો ભણતાં હોય ત્યાં સરસ્વતીજીનો એક ફોટો લગાવવાથી બાળકની એકાગ્રતા વધે છે અને તેમના અભ્યાસમાં પ્રગતિ થાય છે.
 • ઘણાં લોકોને ઘરના મંદિરમાં એકસાથે કેટલાંય ફોટા રાખવાની આદત હોય છે. આ ખોટું છે, આમ ન કરવું. આમ કરવાથી ઘર ઉપર અવળી અસર સર્જાતી હોય છે.
 • ઘરમાં લગાવવામાં આવતું કોઇપણ ચિત્ર ખરાબ થાય, તેના રંગ ઝાંખા થાય એટલે તરત તેને બદલી દેવું જરૂરી છે.

ભાગ્યને સારું બનાવવા કેવાં ચિત્રો લગાવવાં? 

 • ઘરના સદસ્યોનું ભાગ્ય જાગે તે માટે ડ્રોઇંગ રૂમમાં કે મુખ્ય દ્વારની સામે પાણી અથવા ફૂલોનું કોઇપણ સુંદર ચિત્ર લગાવવું.
 • આર્થિક પ્રગતિ માટે ઘરમાં રહેલા મંદિરમાં બેઠેલાં લક્ષ્મીજીનો ફોટો લગાવવો.
 • સંતાન ન થતું હોય તેમણે બેડરૂમમાં કમળના ફૂલનો અથવા ગાયનો ફોટો કે ચિત્ર લગાવવું.
 • સારા સ્વાસ્થ્ય માટે બાલ્કનીમાં અથવા ડ્રોઇંગ રૂમમાં ઊગતા સૂર્યનું ચિત્ર લગાવી શકો છો.
 • દરેક પ્રકારના કષ્ટના નાશ માટે પૂજાસ્થળે શંકર ભગવાન અથવા તો કૃષ્ણ ભગવાનનો ફોટો આશીર્વાદ દેતા હોય તેવી મુદ્રામાં લગાવવો.

કેવાં ચિત્રોથી સાવધાની રાખવી? 

 • ઘરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો ન લગાવવાં, કલરફુલ ચિત્રો તમારા ઘરમાં અનેક કલરની ખુશી લાવશે.
 • ઘરમાં લગાવેલાં ચિત્રોને સ્વચ્છ રાખો. તેની ઉપર ધૂળ ન જામવા દો.
 • પૂજાના સ્થળે પતિ-પત્ની કે બાળકોના ફોટા ન લગાવવા, એ જ રીતે બેડરૂમમાં ભગવાનનાં ચિત્રો ન લગાવવાં.
 • આટલું ધ્યાન રાખવાથી ઘરમાં ચિત્રોના કારણે ક્યારેય નકારાત્મક ઊર્જા નહીં આવે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન