Do not kepp such idol of Devi laxmi in home otherwise money will lost
  • Home
  • Astrology
  • ઘર પર ભૂલથી પણ ન રાખશો માતા લક્ષ્મીની આવી મૂર્તિ, નહિં તો થઈ જશે નુકસાન

ઘર પર ભૂલથી પણ ન રાખશો માતા લક્ષ્મીની આવી મૂર્તિ, નહિં તો થઈ જશે નુકસાન

 | 5:27 pm IST

માતા લક્ષ્મીએ ધનની દેવી છે. તે લોકોને ધન અને સંપત્તિના આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વ્યક્તિઓ લોકો અનેક સુખ અને સુવિધાઓને પ્રાપ્ત કરે છે. તેથી જ લોકો  ઘરમાં લક્ષ્મીની મૂર્તિ રાખી પૂજન કરે છે. પણ દેવી લક્ષ્મીની અયોગ્ય મૂર્તિને રાખવાથી નુકસાન પણ થઈ શકે છે. જો તમે યોગ્ય રીત ન જાણતા હોય તો જાણી લો અહિં….જાણો કેવી રીતે રાખવી જોઈએ દેવી લક્ષ્મીની મૂર્તિ…

1. પૂજા ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ જરૂર હોય છે. પણ અનેકવાર લોકો ભૂલથી લક્ષ્મીજી ઉભા હોય તેવી મૂર્તિ કે ફોટો કે પ્રતિમાને પૂજા ઘરમાં સ્થાન આપી દે છે. આવી મૂર્તિ કે પ્રતિમા કે ફોટો ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માતાના આવા સ્વરૂપની પૂજા ફળતી નથી.

2. શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી ચંચળ હોય છે તેથી ક્યારેય પણ તે ઉભા હોય તેવી પ્રતિમા ન રાખવી જોઈએ. ઘરમાં હમેંશા માતા લક્ષ્મી બેઠા હોય તેવી મૂર્તિ કે પ્રતિમા રાખવી જોઈએ.

3. માતા લક્ષ્મીનું વાહન ઘુવડ હોય છે. ઘુવડ પણ અતિ ચંચળ સ્વભાવનું હોય છે. તેથી દેવી લક્ષ્મીની મૂર્તિ ઘુવડ પર બેઠેલા હોય તેવી ન રાખવી જોઈએ.

4. મોટાંભાગના ઘરોમાં માતા લક્ષ્મીની મૂર્તિ ભગવાન ગણેશજીની સાથે જોવા મળે છે. જો ભગવાન ગણેશજી સાથે લક્ષ્મીજીની હોય તો સાથે સરસ્વતી દેવી પણ હોવા જોઈએ. જો કે સ્થિર લક્ષ્મીની કામના હોય લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો કે પ્રતિમા હોવી જોઈએ.

5. માતા લક્ષ્મીની મૂર્તિ ક્યારેય દિવાલને અડાડીને ન રાખવી જોઈએ. જ્યારે પણ ઘરમાં માતા લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ કે પ્રતિમા રાખો તો તેને દિવાલથી થોડી દૂર રાખો.

6. ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખો તો યોગ્ય દિશામાં રાખો. જો તેમ ન હોય તો પણ તેના શુભ ફળમાં ઘટાડો થાય છે. જો માતા લક્ષ્મીને ઘરમાં ઉત્તર દિશામાં સ્થાન આપવામાં આવે તો તે શુભ ફળ આપે છે.

7. અનેક લોકો પૂજા ઘરમાં દેવી લક્ષ્મીની એકથી વધારે મૂર્તિ કે ફોટાં રાખે છે. જે પણ યોગ્ય નથી. શાસ્ત્રોમાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે.