Do not make the mistake during oral adult intercourse
  • Home
  • Featured
  • ઓરલ સંભોગ દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીંતર થઇ જશે કેન્સર

ઓરલ સંભોગ દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીંતર થઇ જશે કેન્સર

 | 2:05 pm IST

ફોરપ્લે દરમિયાન પાર્ટનરના યૌન અંગો પર કિસ કરવાને ઓરલ સેક્સ કહેવામાં આવે છે. તમને જણાવી દઇએ કે ઓરલ સેક્સ મજેદાર હોવાની સાથે જોખમથી ભરેલું પણ હોય શકે છે. કારણકે ઓરલ સેક્સના કારમથી થ્રોટ કેન્સર કે ગળાનું કેન્સરનો ખતરો વધી જાય છે. જો તમે પમ ઓરલ સેક્સ કરો છો તો તમારા માટે આ જાણવું ખૂબ જરૂરી છે કે તેનાથી કેવી રીતે તમે ગળાના કેન્સરના શિકાર બની શકો છો.

ઓરલ સેક્સ દરમિયાન હ્યુમન પૈપિલોમા વાયરસ ફેલાઇ શકે છે. જે કેન્સરની આશંકાને વધારે છે. ઘણા દેશોમાં યૌન સંચારિત રોગનું પ્રમુખ કારણ એચ.પી.વી છે જો તમે ઓરલ સેક્સના કારણથી ગળાના કેન્સરથી બચવા માંગો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

ગળાના કેન્સરના લક્ષણ: ઓરલ સેક્સના કારણથી જો ગળામાં કેન્સર થાય તો તેના લક્ષણ સામે આવી શકે છે.

– મોંમાં ચાંદા કે અલ્સર થવા જે ત્રણ અઠવાડિયા સુધી પણ સારા ન થાય.

– મોંમાં નરમ ઉતક રંગહીન થઇ જાય છે.

– કઇ ગળવામાં તકલીફ થવા લાગે છે.

– હંમેશા લાગે છે કે ગળામાં કંઇક ફસઇ ગયું છે

– ટોન્સિલમાં સોજો આવી જવો.

ઓરલ સેક્સનું સૌથી મોટું જોખમ એચ.પી,વી છે. જેનાથી ગળામાં કેન્સર થઇ શકે છે, આ ખતરો તે લોકોમાં વધારે જોવા મળે છે જે એકથી વધારે પાર્ટનરની સાથે સેક્સ કરે છે. અભ્યાસ અનુસાર મહિલાઓને એચ.પી.વીથી સંબંધિત ગળાનું કેન્સર ઓછું થાય છે. કારણકે તેમના સર્વિકલ કેન્સરથી લડવા માટે પ્રતિરક્ષાત્મક પ્રતિક્રિયા વિક્સતિ થઇ શકે છે. પુરૂષોમાં આવી ઇમ્યુનિટી જોવા મળતી નથી તે સિવાય જે લોકો 10 વર્ષથી ધુમ્રપાન કરી રહ્યા છે તેમના પણ ગળાનું કેન્સર ખતરો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન