How to Recover From a Mistake at Work Without Getting Fired
  • Home
  • Astrology
  • ભૂલથી પણ ન કરશો આ કામ, થઈ જશો પાયમાલ, દુર્ભાગ્ય નહીં છોડે કેડો

ભૂલથી પણ ન કરશો આ કામ, થઈ જશો પાયમાલ, દુર્ભાગ્ય નહીં છોડે કેડો

 | 1:31 pm IST

દરેક વ્યક્તિના જીવનમાં નાની-મોટી તકલીફો તો આવતી જ રહે છે. પરંતુ ક્યારેય માણસ એવી સમસ્યાથી ઘેરાઈ જાય છે જેમાંથી બહાર આવવા માટે તે તનતોડ મહેનત કરે છે પણ તેનું પરિણામ નથી મળતું. આવી જ સમસ્યાઓથી વ્યક્તિ ત્યારે ઘેરાઈ જાય છે જ્યારે લગ્નજીવનમાં ક્લેશ થવા લાગે. લગ્ન થયા બાદ મનમેળ ન રહે, લગ્નના વર્ષો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થતી હોય. સંતાન હોય તો તેમની સુખાકારીમાં પ્રશ્નો ઊભા થતા હોય.

આર્થિક સ્થિતિ કથળેલી હોય છે, ક્યારેક એવું પણ બને કે મનગમતી વ્યક્તિને તમે પામી શકતા નથી. આવી અનેક સાંસારિક સમસ્યાઓના નિરાકરણ માટે કેટલાક ઉપાય છે અજમાવી જૂઓ.

જો તમારા ઘરમાં ચિંતા, ક્લેશ અને સમસ્યાઓએ કાયમી વસવાટ કરી રાખ્યો હોય. તેને દૂર કરવાના અનેક ઉપાયો કરવા છતાં લાભ ન થતો હોય તો અજાણતા તમારાથી આ કામ થતાં હશે જે ઘરમાં દરિદ્રતાને આપે છે આમંત્રણ.

આજકાલ યુવતીઓમાં લાંબા નખ રાખવાની ફેશન જોવા મળે છે. પરંતુ લાંબા નખ અને તેમાં ફસાયેલો મેલ નકારાત્મકતાને આકર્ષે છે. એટલા માટે જ જો શક્ય હોય તો લાંબા નખ ન રાખવા અને રાખો તો તેની સફાઈનું ધ્યાન રાખવું.

મીઠાઈ પણ એવા સ્થળેથી ક્યારેય ન ખરીદવી જે સ્થળ સૂમસામ અને ગંદકીવાળું હોય. આવી દુકાનથી લાવેલી મીઠાઈ પણ મનને બગાડે છે. સૂર્યાસ્ત પછી અત્તર કે સુગંધિ પદાર્થ ન લગાવા. આવું કરવાથી નકારાત્મક ઊર્જા તમારા પર હાવિ રહેશે. હંમેશા સાફ કપડાં પહેરવા જોઈએ. મેલા કપડાં પહેરવાથી ઘરમાંથી દરિદ્રતા જતી નથી.

જે ઘરમાં ઠેર ઠેર કરોળીયાના જાળા હોય ત્યાં પણ લક્ષ્મીજીનો વાસ થતો નથી. રાત્રે રસોડામાં એઠાં વાસણ ન રાખી મુકવા, આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. ઘરમાં સ્ત્રીઓએ ખુલ્લા વાળ રાખીને ન ફરવું. આમ કરવાથી નકારાત્મકતા ઘરમાં ઝડપથી પ્રવેશી જાય છે.

આવક વધારવા માટે જાતકે ગુલાબી રંગનું મોતી ધારણ કરવું જોઈએ. તેના માટે ચોથના દિવસે ચંદ્રદર્શન કરી જમણા હાથમાં મોતી અને એક રૂપિયાનો સિક્કો રાખી, ‘ॐ શશિમાંગલ્યૈ ધનવૃદ્ધિ દેહિ દેહિ મે’ મંત્ર 11 વખત બોલવો. ત્યારબાદ એક ગ્લાસ દૂધમાં સાકર ઉમેરી અને પી જવું.

સવારે સ્નાનાદિ કર્મથી પરવારી ઘરના ઈશાન ખૂણામાં ઊભા રહી ‘સર્વબાધા પ્રશમનં ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવ મેવ ત્વયા કાર્ય મમ વૈરી વિનાશનમ્’ મંત્ર બોલવો.

આ Video જુઓ: શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવાના સચોટ અને શાસ્ત્રીય ઉપાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન