શું તમે ટૂથપિકનો વધારે ઉપયોગ કરો છો? તો થશે આ નુકસાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શું તમે ટૂથપિકનો વધારે ઉપયોગ કરો છો? તો થશે આ નુકસાન

શું તમે ટૂથપિકનો વધારે ઉપયોગ કરો છો? તો થશે આ નુકસાન

 | 5:53 pm IST
  • Share

ફસાયેલા ખોરાકના ટુકડાને દૂર કરવા માટે મોટાભાગના લોકો ટૂથપિકનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમે જાણો ટૂથપિકનો ઉપયોગ તમારી હેલ્થ માટે કેટલો ખરાબ છે? તો જાણી લો તમે પણ ટૂથપિકનો ઉપયોગ કરવાથી થતા આ નુકસાન વિશે.

  • તમે જ્યારે વારંવાર તમારા દાંતને ટૂથપિકથી સાફ કરો છો તો તેને ઘસવાથી પેંઢામાંથી લોહી આવવા લાગે છે. જે તમારા દાંતને લાંબા ગાળે નુકસાન કરે છે.
  • જો ટૂથપિકનો ઉપયોગ એક જ જગ્યાએ વારંવાર કરવામાં આવે તો તેનાથી દાંત વચ્ચે ખાલી જગ્યા બનવા લાગે છે. જેથી કરીને આ ખાલી જગ્યામાં ભોજન ફસાવવા લાગે છે અને દાંતમાં સડો થાય છે.
  • ટૂથપિકનો સતત ઉપયોગ કરવાથી પેંઢા પોતાની જગ્યાએથી ખુલવા લાગે છે જેથી દાંતની પકડ ઢીલી પડી જાય છે. તેનાથી દાંતના મૂળિયાને નુકસાન પહોંચે છે અને ઘણીવાર તેમાં દુખાવો પણ થાય છે.
  • ટૂથપિકનો ઉપયોગ આપણે દાંતમાં ફસાયેલી ગંદકીને સાફ કરવા માટે કરીએ છીએ. પરંતુ જો આ ખાવાનું વધુ સમય માટે દાંત વચ્ચે રહી જાય અને તેને ટૂથપિક વડે સાફ કરવામાં આવે તો તેનાથી મોંઢામાંથી વાસ આવવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન