NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શું તમને પણ સવારે અરીસામાં ચહેરો જોવાની છે આદત ? તો જાણી લો આ ખાસ વાત

શું તમને પણ સવારે અરીસામાં ચહેરો જોવાની છે આદત ? તો જાણી લો આ ખાસ વાત

 | 1:28 pm IST

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેનો દિવસ સારી રીતે પસાર થાય. પરંતુ આવી ઈચ્છા રાખનાર વ્યક્તિ પણ સવારે આંખ ખુલતાંની સાથે ન કરવાનું કામ કરી બેસે છે. મોટાભાગના લોકોને આદત હોય છે કે તેઓ પલંગમાંથી નીચે ઉતરીને સૌથી પહેલાં અરીસા સામે ગોઠવાઈ જાય છે. ઘણા લોકોને એવી પણ આદત હોય છે કે સવારે તેઓ અરીસા સામે ઊભા રહીને જ બ્રશ કરે. આ આદત જ વ્યક્તિના દિવસને નકારાત્મકતાથી ભરી દે છે અને પછી કોઈપણ કામ સારી રીતે પાર પડતાં નથી.

આ સમસ્યાથી બચવા અને દિવસને શુભ તેમજ સફળ બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રના આ સરળ નિયમનું પાલન કરવું જોઈએ. આ નિયમથી જો તમે દિવસની શરૂઆત કરશો તો દરેક કામમાં મળશે સફળતા. વાસ્તુ અનુસાર દિવસની શુભ શરૂઆત કરવા માટે આંખ ખુલતાંની સાથે વ્યક્તિએ પોતાની બે હથેળીઓના દર્શન કરવા જોઈએ અને આ શ્લોક બોલવો જોઈએ.

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।
करमूले तु गोविंद प्रभाते करदर्शनम्॥

આ શ્લોકના અર્થાનુસાર હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી, મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં પરમબ્રહ્મ ગોવિંદનો નિવાસ હોય છે. તેથી રોજ સવારે બંને હથેળીઓને એક સાથે રાખી તેના દર્શન કરી, શ્લોક બોલી અને હથેળીઓને ચહેરા પર ફેરવી જોઈએ.

ઊંઘમાંથી જાગી અને બીજું કામ ભુમિ વંદનનું કરવું જોઈએ. વ્યક્તિના અસ્તિત્વનો આધાર ધરતી જ છે. ધરતી અન્ન આપે છે, જળ આપે છે અને આશ્રય આપે છે. તેથી જમીન પર પગ મુકતાં પહેલાં બે હાથ જોડી ધરતી માતાને પ્રણામ કરી અને ક્ષમા માંગવી જોઈએ. ત્યાર પછી માતા-પિતાને વંદન કરી દિવસની શરૂઆત કરવી જોઈએ. આ કામ કરવાથી દિવસભર સકારાત્મકતા સાથે પસાર થાય છે. એટલા માટે તમને પણ આદત હોય સવારે પોતાનો ચહેરો અરીસામાં જોવાની તો તુરંત બદલી દો આ આદતને.