Do not see Moon on Ganesh Chauth, it will not give good Result
  • Home
  • Astrology
  • ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોશો ચંદ્રમા, દોષ દૂર કરવા કરો આ ઉપાય

ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોશો ચંદ્રમા, દોષ દૂર કરવા કરો આ ઉપાય

 | 3:11 pm IST

સામાન્ય રીતે ચંદ્રદર્શન શુભ ગણાય છે. બીજનો ચાંદ કે શિવ પરમાત્મા પોતાના માથા પર ધરે છે તેના દર્શન હિંદૂ ધર્મ પ્રમાણે ખુબ જ શુભ મનાય છે. તો મુસલમાન લોકો પણ બીજના ચાંદના દર્શન કર્યા પછી જ તેમના તહેવારોની ઉજવણી કરતાં હોય છે. હિંદૂ ધર્મમાં બીજ ઉપરાંત પૂનમના ચાંદનું વિશેષ મહત્વ છે. તો વદ ચોથના ચાંદના દર્શન પણ શુભ ગણ્યા છે. પણ હિંદૂ કેલેન્ડર પર પ્રમાણે ભાદરવા મહિનાની સુદ ચોથના દિવસે ચાંદના દર્શન પર કરવા મનાઈ ફરમાવવામાં આવેલી છે. જો આ દિવસે ચાંદના દર્શન થઈ જાય તો વ્યક્તિ ઉપર કોઈ આળ આવે છે. માટે તમે ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ચંદ્રમાના દર્શન ન કરશો. જો દર્શન ભૂલમાં થઈ ગયા હોય તો આ ઉપાય કરીને તે દોષનું નિવારણ કરી શકાય છે.

શા માટે નથી કરાતા ચાંદના દર્શન
એક વાર ચંદ્રમાએ ગણેશજીનું મુખ જોઈને તેમની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધિત થઈને ગણપતિએ ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો કે આજથી સુદ ચોથના દિવસે જે તને જોશે તેને ખોટાં આરોપોનું ભોગ બનવું પડશે. તે પછી ચંદ્રમાને પોતાની ભૂલનો અહેસાસ થયો. તો તેમણે  ગણેશજીની માફી માંગી. ત્યારે ગણપતિએ તેમને શ્રાપ મુક્ત કરતાં કહ્યું કે જો કોઈ ચોથના દર્શન કરશે તો એવું જરૂર થશે પણ વર્ષમાં એક વાર જ તેનો પ્રભાવ રહેશે. ત્યારથી ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રમાના દર્શન કરવા શાસ્ત્રોમાં વિધાન છે. બાકીની ચોથના દિવસે દર્શન કરવામાં વાંધો નહિં. જ્યારે વદ ચોથ હોય તે સંકટ ચોથ તરીકે ઓળખાય છે. તે દિવસે અવશ્ય ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. તેમ કરવાથી તમામ સંકટોને ભગવાન હરી લે છે.

જો કોઈ વ્યક્તિ અજાણતા જ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાંને જોઈલે તો તેમને લાગનારા મિથ્યા દોષથી બચવા માટે નીચે લખેલા મંત્રનો જાપ કરવો જોઈએ.

સિંહઃ પ્રસેનમવધીત્સિંહો જામ્બવતાઃ હતઃ |
સુકુમારક મારોદીસ્તવ હ્યોષ સ્યમન્તકઃ ||