do not sex in open places, it will affects disease
  • Home
  • Featured
  • આવી જગ્યાઓ પર સેક્સ કરવાથી થાય છે કેન્સર જેવી ગંભીર બીમારી

આવી જગ્યાઓ પર સેક્સ કરવાથી થાય છે કેન્સર જેવી ગંભીર બીમારી

 | 12:56 pm IST

સમાજમાં તેજીથી ખુલ્લમ ખુલ્લા સંબંધો વિકસી રહ્યાં છે. લોકો હવે જાહેરમાં પણ આવું કરતા અચકાતા નથી. પરંતુ આ જ કારણોથી તેજીથી કેટલીક બીમારીઓ તેમની શરીરમાં દાખલ થાય છે, તેવું તેઓ જાણતા નથી. પશ્ચિમીકરણના કારણે સમાજમાં ઓપન શારીરિક સંબંધોનું કલ્ચર તેજીથી આગળ વધી રહ્યું છે. આવી જ રીતે શારીરિક સંબંધો બનાવવાને કારણે સમાજમાં કેન્સર પણ તેજીથી ફેલાઈ રહ્યું છે.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સને કારણે યુવક-યુવતીઓ વચ્ચે અસુરક્ષિત યૌન સંબંધો તેજીથી વધી રહ્યાં છે. એક્સપર્ટસ કહે છે કે, શારીરિક સંબંધોને લઈને આટલું ખુલ્લમખુલ્લાપણાંને કારણે બાદમાં લોકોને ભોગવવું પડે છે. અમેરિકામાં થયેલા એક સરવેમાં માલૂમ પડ્યું કે, અહીં દર ચારમાંથી એક કિશોર યુવતી કોઈને કોઈ સંક્રામણ યૌન રોગથી પીડિત છે. જે બાદમાં ગર્ભાશયનું કેન્સર, મોઢાનું કેન્સર કે વાંઝિયાપણું જેવી સમસ્યાઓ સર્જે છે. આ જ કારણ છે કે, યંગસ્ટર્સમાં એઈડ્સ અને કેન્સર જેવી બીમારીઓ તેજીથી ફેલાઈ રહી છે.

મોટા શહેરોમાં 35-45 ટકા મહિલાઓને સ્તન કેન્સર વધી રહ્યું છે. આધુનિક સમાજમાં મહિલાઓમાં ઓછી ઉંમરમાં જ સ્તન કેન્સરનો ખતરો વધી રહ્યું છે. આ માટે કિશોરાવસ્થામાં મોટાપો, મોડેથી લગ્ન, કરિયર, શહેરી તણાવ, મોડેથી બાળકોના જન્મ, બાળકોને સ્તનપાન ન કરાવવું વગેરે જેવી સમસ્યાઓ વધી રહી છે.