દિવસના આ સમયમાં ભૂલથી પણ ન ઊંઘતા, લક્ષ્મીજી નારાજ થશે - Sandesh
NIFTY 10,385.00 -36.40  |  SENSEX 33,740.84 +-177.10  |  USD 64.9650 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • દિવસના આ સમયમાં ભૂલથી પણ ન ઊંઘતા, લક્ષ્મીજી નારાજ થશે

દિવસના આ સમયમાં ભૂલથી પણ ન ઊંઘતા, લક્ષ્મીજી નારાજ થશે

 | 2:33 pm IST

ભાગદોડવાળી જિંદગીમાં લોકો પાસે ઊંઘવાનો પણ સમય નથી રહેતો, જેને કારણે તેમને હેલ્થ સંબંધિત સમસ્યાઓ થાય છે. ઊંઘ લેવું સ્વાસ્થય માટે બહુ જ જરૂરી છે, પરંતુ ઊંઘવાનો સાચો સમય પણ હોય છે. ખોટા સમય પર ઊંઘવું ધર્મના નજરીયાથી અપશકુન માનવામાં આવે છએ. જે લોકો શાસ્ત્રોમાં બતાવાયેલા સમયે ઊંઘે છે, તેમના પર દેવીદેવતાઓની કૃપા નથી થતી. ભવિષ્ય પુરાણના અનસુાર, દિવસના ત્રણ એવા સમય બતાવાયા છે, જેમાં લોકોએ ઊંઘવું ન જોઈએ.

પહેલો સમય
જે લોકો સૂર્યોદય બાદ પણ બહુ સમય સુધી ઊંઘતા રહે છે, મહાલક્ષ્મી તેવા લોકોથી નારાજ રહે છે. શાસ્ત્રો અનુસાર, આવા લોકોની પાસે ભલે કેટલુંય ધન ભલે હોય, પણ તેઓ સંતુષ્ટ નથી રહેતા. આવા લોકો હમેશા માનસિક તણાવનો સામનો કરે છે, અને તેઓ લાંબી ઉંમર સુધી સ્વસ્થ પણ નથી રહી શક્તા. જ્યા સુધી લક્ષ્મીની કૃપા નહિ થાય, ત્યાં સુધી ધનમાં બરકત નથી આવતી. તેથી હંમેશા સૂર્યોદય પહેલા જ ઉઠી જવું જોઈએ. કેમકે, સવારનો સમય સ્વાસ્થય માટે વરદાનરૂપ હોય છે. બ્રહ્મ મુહૂર્તનુ વિશેષ મહ્ત્વ બતાવાયું છે. સવારના સમયે તાજા હવા અનેક બીમારીઓને દૂર કરે છે.

બીજો સમય
બપોર ઊંઘવું એ બીજો ખોટો સમય છે. શાસ્ત્રો અનુસાર, બપોરના સમયે ઊંઘવું અપશુકન માનવામાં આવે છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધી તકલીફો પણ આવે છે. જે લોકો દિવસના સમયે ઊંઘે છે, તેઓ બહુ જ જલ્દી મોટાપાનો શિકાર બને છે. આ સમયે કર્મ કરવું શ્રેષ્ઠ કહેવાય છે, તેથી બપોરના સમયે કામ કરતા રહેવું જોઈએ.

ત્રીજો સમય
તમને જણાવીએ કે, ત્રીજો ઊંઘવાનો ખોટો સમય સૂર્યાસ્તનો છે. સૂર્યાસ્તના સમયે દેવી-દેવતાઓનું પૂજન થાય છે. સૂર્યાસ્ત સમયે ઊંઘવાથી લોકો પર દેવી-દેવતીઓની કૃપા નથી થતી. શાસ્ત્રો અનસુરા, જે લોકો અકારણ જ સૂર્યાસ્ત સમયે ઊંઘે છે, તેમને અનેક પ્રયાસો છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી.

જો કોઈ વ્યક્તિ વૃદ્ધ છે અથવા તો બીમાર છે, અથવા કોઈ ગર્ભવતી સ્ત્રી છે, તો આ લોકો પોતાની સુવિધા અનુસાર દિવસમાં ગમે તે સમયે ઊંઘી શકે છે. આ લોકોમાં કોઈ દોષ નથી લાગતો, જો કોઈ પણ વ્યક્તિ અકારણ ખોટા સમય પર ઊંઘ છે, તો તે અશુભ કહેવાય છે.