જાણો ચા-કોફી સાથે કેમ ના લેવી જોઇએ વિટામિનની ગોળીઓ

320

અત્યારના હેલ્થ-કોન્શ્યિસ સમયમાં ઘણા બધા લોકો માટે વિટામિનની ગોળીઓ તેમના બ્રેકફાસ્ટમાં સ્થાન પામી ચૂકી છે. પરંતુ જો તમે તમારા ચા કે કોફીના કપ સાથે વિટામિનની ગોળીઓ લેવાની ટેવ ધરાવતા હોય તો તમારે એ ટેવ તાત્કાલિક ધોરણે બદલી નાખવી જોઇએ.

જો કે એનું કારણ એ છે કે, ચા કે કોફીથી વિટામિનની અસર ધોવાઇ જાય છે. આમ, આ વિશે સંશોધકોનું તારણ છે કે ચા-કોફી જેવા પીણામાં રહેલી ગરમી વિટામિનની કે મિનરલ્સની ગોળીઓની પોષક અસરને 80 ટકા જેટલી નષ્ટ કરી નાખે છે.

આમ, જો તમે બ્રેક ફાસ્ટ સમયે પૂરતુ વિટામીન મળે તેમ ઇચ્છતા હોવ તો, દહીં, યોગર્ટ વગેરે જેવા આહાર સવારના નાસ્તામાં ખાવાથી બેકટેરિયાનો નાશ થાય છે. અલબત, બ્રેકફાસ્ટના સમયે પેટ એકદમ એક્ટિવ હોય છે એટલે ત્યારે આ ગોળીઓ લેવી નુકસાનકારક છે. પરંતુ એને ઠંડા દૂધ કે પાણી સાથે લેવી વધુ હિતાવહ છે.