મંગળવારે ભૂલથી પણ ન કરો આ 10 ભૂલો, બનશે દૂર્ભાગ્યનું કારણ - Sandesh
  • Home
  • Astrology
  • મંગળવારે ભૂલથી પણ ન કરો આ 10 ભૂલો, બનશે દૂર્ભાગ્યનું કારણ

મંગળવારે ભૂલથી પણ ન કરો આ 10 ભૂલો, બનશે દૂર્ભાગ્યનું કારણ

 | 3:50 pm IST

શાસ્ત્રો અનુસાર જો તમે ગ્રહોને તમારી ફેવરમાં કરવા માંગતા હોય તો એ દિવસે વર્જિત ગણાતા હોય તેવા કાર્ય ન કરવા જોઈએ. જો તમે વેપાર કે રોજગારમાં વિકાસ ઈચ્છતા હોય તો મંગળવારે આ 10 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ.

મંગળવારે શું ન કરવું જોઈએ.
1. મહાભારતના અનુશાસન પર્વ અનુસાર મંગળવારે દાઢી કે વાળ કપાવવા એટલે અસમય મૃત્યુને બોલાવવી. આમ કરવાથી મંગળ દોષ લાગે છે.

2. મંગળવારે ભૂલથી અડદની દાળનું સેવન ન કરવું જોઈએ. આ  દિવસે અડદ ખાવાથી શનિ મંગળનો સંયોગ તમારી સેહત માટે કષ્ટકારી હોઈ શકે છે. અડદનો સંબંધ શનિ સાથે છે.

3. મંગળવારે નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે નખ કાપવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

4. મોટાભાઈ સાથે વિવાદ એ મંગળ દોષનું કારણ માનવામાં આવે છે. ભાઈ સાથે વિવાદને કારણે મંગળ ખરાબ ફળ આપે છે. જેનાથી દુર્ઘટના અને કષ્ટનો સામનો કરવો પડે છે. પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ વધે છે.

5. શાસ્ત્રોમાં દાન કરવાને સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. એવી માન્યતા છે દાન કરવાથી વ્યક્તિની અનેક પ્રકારની સમસ્યાઓનો અંત આવી જાવ છે. સાથે જ ભગવાનના આશીર્વાદ મળે છે. આમછતાં અનેક વાર વ્યક્તિ ભૂલને કારણે એવી ચીજોનું દાન કરી દે છે જેનાથી લાભને બદલે નુકસાન થાય છે. આપણા શાસ્ત્રોમાં કેટલીક એવી ચીજો છે જેનું દાન કરવાથી મહાપાપ લાગે છે.

6. ઝાડૂને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ઝાડૂનું દાન ન કરવું જોઈએ. એવું કરવાથી માતા લક્ષ્મી રૂઠી જાય છે. જેનના કારણે હમેંશા ધનની હાની થાય છે.

7. વાસી ખોરાક ક્યારે યદાનના રૂપે ન દેવો જોઈએ. કોઈને વાસી ભોજન આપવાથી મંગળદોષ લાગે છે. ઘરમાં બીમારી આવે છે.

8.શાસ્ત્રો અનુસાર પ્લાસ્ટિક અને સ્ટીલના વાસણોનું દાન ક્યારેય ન કરવું જોઈએ. સ્ટીલના વાસણોનું દાન કરવાથી જ્યાં સુખ અને શાંતિમાં બાધા ઉત્પન્ન થાય છે ત્યાં પ્લાસ્ટિકના વાસણોનું દાન કરવાથી વેપાર ધંધો ચોપટ થઈ જાય છે.

9. મંગળવારે ક્યારેય અસ્ત્ર કે શસ્ત્રનું દાન ન કરવું જોઈએ. અસ્ત્ર કે શસ્ત્ર પર મંગળ ગ્રહનું પ્રાધાન્ય હોય છે. તેનું દાન મંગળવારે કરવાથી લાભહાનિ થાય છે.

10.શક્ય હોય ત્યાં સુધી મંગળવારે યાત્રા કે પ્રવાસનો શુભારંભ ન કરવો જોઈએ. આમ કરવાથી યાત્રા હાનિ થાય છે.