16મી મેથી શરૂ થયો અધિકમાસ, ભૂલથી પણ ન કરશો આ કામ નહિં તો થશો હેરાન - Sandesh
  • Home
  • Astrology
  • 16મી મેથી શરૂ થયો અધિકમાસ, ભૂલથી પણ ન કરશો આ કામ નહિં તો થશો હેરાન

16મી મેથી શરૂ થયો અધિકમાસ, ભૂલથી પણ ન કરશો આ કામ નહિં તો થશો હેરાન

 | 9:26 pm IST

16મીમેને બુધવારથી અધિક મહિનો શરૂ થઈ ચૂક્યો છે. આ માસને પુરુષોત્તમ મહિનો અને મળ માસ પણ કહેવામાં આવે છે. અધિક મહિનો 13મી જૂન સુધી રહેશે. હિંદૂ ધર્મમાં અધિકમાસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ મહિનામાં પૂજા- અર્ચનાનું અનેક ગણું વધું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં અધિક મહિના માટે કેટલાંક નિયમો દર્શાવાયા છે. આ મહિનામાં કેટલાંક કરવા અને કેટલાંક ન કરવા વિશે ખાસ સૂચના આપવામાં આવેલી છે.

1. અધિક મહિનામાં તાંબાના વાસણમાં રાખેલું દૂધ પીવું જોઈએ નહિં
2. આ મહિનામાં સાદું અને સાત્વિક ભોજન કરવું જોઈએ.
3. આ મહિનામાં એક વાર ભોજન કરવું શુભ માનવામાં આવે છે.
4. આ મહિનામાં પરમાટી(નોન વેજ) ગ્રહણ ન કરવી જોઈએ. જો ભૂલથી પણ માંસ, મદિરાનું સેવન કરવામાં આવે તો નકારાત્મક પરિણામ મળે છે.
5. આ મહિનામાં ક્યારેય ન કરવા, શુભ કાર્યો, શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવ્યા છે.

કેમ આવે છે અધિક મહિનો
ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય મહિના અને ચંદ્ર મહિનાની ગણના પર આધારિત છે. અધિક મહિનો ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે. જે દર 32 મહિને 16 દિવસ અને 8 ઘડીના અંતરાયે આવે છે. પંચાગ પ્રમાણે તિથિની વૃદ્ધિ કે ક્ષય થતો રહે છે. જે ચંદ્રની ગતિ પર આધારિત હોય છે. જેને પરિણામે ચંદ્ર વર્ષ પૂર્ણ થવામાં કેટલાંક ચોક્કસ દિવસ વધે છે. જે દર ત્રણ વર્ષે એક મહિનાના રૂપમાં હિંદૂ કેલેન્ડરમાં ઉમેરાય છે. જેને અધિક માસ કે મળ માસ કહેવાય છે. આ વર્ષે અધિક મહિનો 16મી મેથી 13મી જૂન સુધીનો રહેશે.

શા માટે કહેવાય છે અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો
અધિક મહિનો એ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ રૂપે આરાધના થાય છે. ભગવાન વિષ્ણુનું એક નામ પુરુષોત્તમ ભગવાન પણ છે. તેથી અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે.

કેવી રીતે કરવો અધિક મહિનો
આ મહિનામાં વિષ્ણુ પૂજા અને અર્ચનાનું વિશેષ મહત્વ છે. દરરોજ સવારે વહેલાં ઉઠીને સ્નાનાદિ કર્મ પતાવીને પૂજા-અર્ચના કરવી. શક્ય હોય તો દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. ભગવાન વિષ્ણુનો મહિમા ગાવો અને ભગવાન વિષ્ણુનું વિશેષ સ્મરણ કરવું. એકટાળુ જમવું. શક્ય હોય તો રાત્રે એક વાર જમવું.