do not transact these things according to astrology
  • Home
  • Astrology
  • ભૂલથી પણ આ વસ્તુઓ કોઈને આપશો કે લેશો નહી, બરબાદ થઈ પાયમાલ થશો

ભૂલથી પણ આ વસ્તુઓ કોઈને આપશો કે લેશો નહી, બરબાદ થઈ પાયમાલ થશો

 | 10:14 am IST

રોજિંદા જીવનમાં એવી ઘણી વસ્તુઓ છે જેનું આપણે સરળતાથી લેતી દેતી કરતા રહીએ છીએ. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુની પોતાની એનર્જા હોય છે. કેટલાકમાં સકારાત્મકતા હોય છે અને કેટલીક વસ્તુઓમાં નકારાત્મક એનર્જાથી પણ ભરેલ હોય છે, જેના કારણે તમને આ વસ્તુઓના વ્યવહારથી નુકસાન થઈ શકે છે. તેથી જો શક્ય હોય તો, કેટલીક વસ્તુઓને ટાળવી જોઈએ. જાણો એવી કઈ વસ્તુઓ છે જેની લેતી દેતી ન કરવી જોઇએ.

જીવનમાં પેન ખૂબ મહત્વની છે. તેથી કોઈને પણ તમારી પેન ન આપો અથવા કોઈ પાસેથી પેન ઉધાર ન લો. જો તમે કોઈને પેન આપો છો, તો તે લેવાનું ભૂલશો નહીં. તે તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે, તેનાથી તમારૂ માન સન્માન ઘટી શકે છે.

ઘણી વખત આપણે કોઈને ઘડિયાળ આપીએ છીએ, પરંતુ આવુ કરવુ જોઈએ નહીં, કારણ કે ઘડિયાળ એ વ્યક્તિના સારા અને ખરાબ બંને સમય સાથે સંકળાયેલ હોવાની માનવામાં આવે છે. તેથી એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈને તમારી ઘડિયાળ આપો અને તમારો સારો સમય થઈ રહ્યો હોય તો તમારો સારો સમય તે વ્યક્તિ પાસે જઈ શકે છે અને જો તમે કોઈની પાસેથી ઘડિયાળ લો છો અને જો તે વ્યક્તિનો ખરાબ સમય પસાર થઈ રહ્યો છે.

તેનો ખરાબ સમય તમારી પાસે આવી શકે છે. તેથી ઘડિયાળની આપવાનું કે લેવાનું ટાળો. કોઈની ઘડિયાળ બાંધવી અથવા કોઈને તેની ઘડિયાળ આપવી એ વેપાર જીવનમાં મુશ્કેલી ઉભી કરે છે.

ક્યારેય બીજાના કાંસકાનો ઉપયોગ ન કરો. સ્વાસ્થ્યની બાબતમાં પણ બીજાનો કાંસકાનો ઉપયોગ કરવો સારો નથી. કાંસકાથી સંબંધિત કોઈપણ સામગ્રી લેવા અથવા આપવાથી નસીબ પર વિપરીત અસર પડે છે તેથી વ્યક્તિએ કાંસકા સાથે માથા સાથે સંબંધિત અન્ય વસ્તુઓનો વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ.

આપણે કોઈના માગીને કપડાં ન પહેરવા જોઈએ. કે કોઈને આપણા જૂના કપડાં આપવા જોઈએ નહીં, શાસ્ત્રોમાં આમ કરવા પર પ્રતિબંધ છે. અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. શાસ્ત્રો અનુસાર કોઈના કપડા પહેરવાથી ભાગ્યનો નાશ થાય છે અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આમ જૂના કપડા, આભૂષણ, રૂમાલ કે ઘડિયાળ કોઇને આપવી જોઈએ નહી તેનાથી આર્થિક સમસ્યાઓ આવે છે.

આ વીડિયો જુઓ: કથાકાર ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ગુરુવાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન