Conch shell should not use in worshipping of Lord Shiva, it will be harmful
  • Home
  • Astrology
  • શિવ પૂજામાં આ ચીજ ન વાપરશો, નહિં તો લાભને બદલે થશે હાનિ

શિવ પૂજામાં આ ચીજ ન વાપરશો, નહિં તો લાભને બદલે થશે હાનિ

 | 4:39 pm IST

ભગવાન શિવ ભલે ભોળાનાથ હોય આમછતાં તેમના ગુસ્સાનો પાર પામી શકાતો નથી. તેમના ગુસ્સાથી બ્રહ્માંડ પણ કંપી જાય છે. હિંદૂ ધર્મમાં પંચદેવની પૂજા કરવા વિધાન છે. જેમાં ગણપતિ, શિવ, વિષ્ણુ, સૂર્ય અને શક્તિ દેવીનો સમાવેશ થાય છે. ભગવાન વિષ્ણુ અને નારાયણની પૂજામાં શંખનો ઉપયોગ થાય છે. અલગ અલગ પ્રકારના શંખનો ઉપયોગ અલગ અલગ ફળની પ્રાપ્તિ કરે છે. પણ તે જ શંખ શિવપૂજામાં ઉપયોગમાં લેવાતો નથી. તે વર્જત છે. દેવોના દેવ મહાદેવ જ્ઞાનના જન્મદાતા. તેમજ તંત્ર-મંત્રથી યોગ અને સમાધિમાં રમમાણ રહે છે. તે સૌથી ઝડપથી ભક્તોની પ્રાર્થના સ્વીકારીને કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવે છે. પણ ગુસ્સો પણ એટલો જ ભયંકર છે. શિવપૂજામાં એવી કોઈ ચીજ ન વાપરવી કે તેમના ગુસ્સાનો શિકાર બનાય.

શિવજી પૂજામાં શંખનો પ્રયોગ ન થવો જોઈએ. શિવજીની પૂજામાં કેમ શંખનો ઉપયોગ થતો નથી તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાંથી મળે છે. જાણો અહિં

એક સમયેરાધાજી ગોલોક ધામથી બહાર ગયા હતા અને શ્રીકૃષ્ણ પણ તેમની સખી વિરજા સાથે વિહાર કરી રહ્યા હતા. તે જ સમયે રાધાજી ત્યાં આવી ગયા. વિરજાને તેના પ્રાણ પ્રિય સાથે જોઈ રાધાજી સ્ત્ર સહજ ઈર્ષ્યાથી પર ન રહી શક્યા. તે રોષે ભરાયા અને વિરજાને અપશબ્દો કહી દીધા. આ શબ્દોથી લજ્જિત થઈ વિરજાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને ત્યાંથી વહેવા લાગી. રાધાજીના આવા વર્તનથી સુદામાજી પણ રોષે ભરાયા અને તેમણે રાધાજી પર ક્રોધ કર્યો, તે સમયે અત્યંત ક્રોધમાં આવી રાધાજીએ સુદામાને પણ શ્રાપ આપ્યો કે તે રાક્ષસ તરીકે જન્મ લેશે. ત્યારપછી તેમનો જન્મ શંખચૂર નામના રાક્ષસ તરીકે થયો. જેણે પોતાને મળેલા વરદાન અને બળથી ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો અને સાધુ-સંતોને ત્રાસ આપ્યો.

શંખચૂર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો પરમ ભક્ત હતો. જ્યારે તેના ત્રાસથી દેવો અને સંતોને મુક્ત કરવા માટે ભગવાન શંકરે તેનો વધ કર્યો હતો. તેના અંત પછી તેનો ઉદ્ધાર કરવા ભગવાન વિષ્ણુએ તેના હાડકાંમાંથી એક શંખનું નિર્માણ કર્યું. ત્યારપછીથી દેવી-દેવતાઓના અભિષેકમાં શંખનો ઉપયોગ થવા લાગ્યો. પરંતુ શિવજીએ તેનો નાશ કર્યો હતો તેથી તેમની પૂજામાં શંખનો ઉપયોગ થતો નથી.