Health Do not use the heater as if all these damage
  • Home
  • Featured
  • સાવધાન! ઠંડીના કારણે કરો છો હીટરનો ઉપયોગ તો થશે આટલા બધા નુકસાન

સાવધાન! ઠંડીના કારણે કરો છો હીટરનો ઉપયોગ તો થશે આટલા બધા નુકસાન

 | 10:45 am IST

જે રીતે ગરમીની ઋતુ શરૂ થતા જ આપણે એસી વગર નથી રહી શકતા તેજ રીતે શિયાળાની શરૂઆત થતા ખાસ કરીને ઘણા ઘરમાં ઇલેકટ્રેક્સ હીટર્સ ચાલું કરી દેતા હોય છે. તે ઘણી વખત જોયુ હશે કે કેટલાક લોકો સ્નાન કરીને બાથરૂમની બહાર આવી હીટરની સામે ઉભા રહી જાય છે. તો ઘણા લોકો આખી રાત હીટર ચાલું રાખીને સૂઇ જાય છે. જો તમે પણ એ લોકોમા સામેલ છો અને ઇન્ડોર હીટરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. શિયાળામાં ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય શકે છે.

ઇલેક્ટ્રીક હીટર્સ રૂમામાં રહેલી હવાનો ભેજ શોષીને હવાને ડ્રાય બનાવી દે છે એવામાં જે લોકો શ્વાસ સંબંધી બીમારીથી પીડિત છે તેમને સફોકેશન એટલેક જીવ ગભરાવવા જેવી સમસ્યા થવા લાગે છે. આ પરેશાનીથી બચવા માટે તમારે રૂમમાં એક ડોલ પાણી ભરીને રાખવું જોઇએ. સાથે જ હીટર ઉપયોગ કરતા સમયે દરેક બારી-બારણા બંધ ન કરવા જોઇએ પરંતુ થોડૂક વેન્ટિલેશન રાખવું જોઇએ.

જ્યારે તમે રૂમમાં ઇલેક્ટ્રિક હિટર ઓન કરો છો અને હીટરમાંથી નીકળતી ગરમ હવા રૂમમાં રહેલા ભેજને શોષી લે છે જેનાથી તમારી સ્કિન પણ ડ્રાય થવા લાગે છે. ખાસ કરીને નાના બાળકો માટે ડ્રાય હવા ખૂબ નુકસાનકારક હોય છે. બાળકોની ત્વચા સેંસેટિવ હોય છે અને હીટરની હવા તેમની ત્વચાને નુકસાન પહોંચાડે છે.

તમે જ્યારે એક વખત રૂમમાં હીટર કે બ્લોઅર ચલાવીને બેસી જાઓ છો તે તમારું શરીરનું તાપમાન તે હિસાબથી પોતાને એડજસ્ટ કરી લે છે. પરંતુ જ્યારે તમે તે રૂમમાંથી બહાર જાવ છો તો શરીરનું તાપમાન અચાનકથી બદલાઇ જાય છે. શરીરના તાપમાનમાં આ રીતે ઉતાર ચઢાવ થવા પર બીમાર પડવાની આશંકા વધી જાય છે.

વધારે સમય સુધી હીટરની સામે ન બેસી રહેવું જોઇએ તેનાથી તમને દાઝી જવાનો ખતરો પણ રહે છે. ખાસ કરીને નવજાત શિશુ અને વૃદ્ધોનું ધ્યાન રાખવું જોઇએ.