Do not use these items in the winter Dark skin
  • Home
  • Fashion & Beauty
  • ન કરશો શિયાળામાં આ વસ્તુઓનો ઉપયોગ, નહીંતર ત્વચા થઇ જશે કાળી

ન કરશો શિયાળામાં આ વસ્તુઓનો ઉપયોગ, નહીંતર ત્વચા થઇ જશે કાળી

 | 2:31 pm IST

દરેક યુવતી ઈચ્છે છે કે તેની ત્વચા ગોરી અને ચમકદાર હોય તેના માટે છોકરીઓ ઘણા ઘરેલૂ ઉપાય પણ અજમાવે છે. ચેહરા પર કોઈ પણ રીતના પ્રોડકટસ ઉપયોગ કરતા પહેલા તેના વિશે જાણકારી હોવી પણ જરૂરી છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે જે શિયાળામાં ત્વચાની સમસ્યાને ઓછી કરવાની જગ્યા વધારી દે છે. જેનાથી ચહેરા પર ચમક આવવાની જગ્યા ચેહરો શ્યામ થઈ જાય છે. તમે પણ ઘરેલૂ ફેસપેકના ઉપયોગ કરો છો તો પહેલા જાણી લો કે શિયાળામાં કઈ વસ્તુઓથી તમારી ત્વચામાં ચમક આવે છે.

બેકિંગ સોડા
શિયાળામાં બેકિંગ સોડા ઉપયોગ કરવો નુકસાનકારક હોય શકે છે. તેનાથી ત્વચા પર કાળા ડાઘ પડવાના શરૂ થઈ જાય છે. જેનાથી તમારી ત્વચા શ્યામ પડવાની સાથે ચમક ઓછી થઇ જાય છે.

લીંબુ
ફેસપેકમાં લીંબુ વધારે ઉપયોગ કરી શકાય છે પણ લીંબૂમાં સિટ્રિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને ચેહરા પર લગાવવાથી ચહેરાની ડ્રાયનેસ વધી શકે છે. જેનાથી શિયાળામાં ત્વચાની કુદરતી ચમક ઓછી થવાની સાથે ત્વચા કાળી પડવા લાગે છે.

વિનેગર
ઘણા લોકો ઘરેલૂ ઉપાયમાં વિનેગરથી બનેલા ફેસપેકમનો ઉપયોગ કરે છે. પરંતુ શિયાળામાં તેનો ઉપયોગ હાનિકારક થઈ શકે છે. તેનાથી ચેહરાનું ઓઇલ ઓછું થવા લાગે છે. જેનાથી ડ્રાયનેસ વધવાની સાથે નિશ્તેજતા પણ વધી જાય છે.

ફુદીનો
ફુદીનાનો ઉપયોગ શિયાળામાં ન કરવો જોઈએ. તેનાથી ચેહરાની ડાર્કનેસ વધવા લાગે છે. કારણકે તેનામાં મેંથોલ વધારે પ્રમાણમાં હોય છે. જે ચેહરાની ભેજને ઓછો કરે છે.

નારંગી
શિયાળામાં નારંગી ખાવાના ઘણા ફાયદા હોય છે. પરંતુ ફેસપેકમાં તેનો ઉપયોગ ન કરવો જોઇએ. કારણકે તેમાં રહેલું સાઈટ્રિક એસિડ ત્વચાને ડ્રાય કરે છે અને ત્વચા કાળી પડવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.