શિવરાત્રિએ ભૂલથી પણ અર્પણ ન કરો આ પાંચ વસ્તુ, નહિં તો થશે નુકસાન - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શિવરાત્રિએ ભૂલથી પણ અર્પણ ન કરો આ પાંચ વસ્તુ, નહિં તો થશે નુકસાન

શિવરાત્રિએ ભૂલથી પણ અર્પણ ન કરો આ પાંચ વસ્તુ, નહિં તો થશે નુકસાન

 | 1:33 pm IST

13મી ફેબ્રુઆરીએ મંગળવારે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિનું હિંદૂ ધર્મમાં વિશેષ મહત્વ છે. શિવભક્તો આખી રાત જાગીને શિવજીની યથાશક્તિ પૂજા કરે છે. તો બ્રાહ્મણો શિવમંદિરમાં રુદ્ધી કરતાં જોવા મળે છે. શિવરાત્રિ પર શિવજી પૂજા કરી, ઉપવાસ કરીને વ્રત રાખવામાં આવે છે.  ભક્તો પૂરી શ્રદ્ધા સાથે શિવજીનું પૂજન કરતાં હોય છે. આમછતાં આપણે સામાન્ય માનવી છીએ. શિવપૂજા દરમિયાન કેટલીક ભૂલો થઈ જાય છે. જેનું વધતાં ઓછા અંશે અસકારાત્મક ફળ ભોગવવું પડે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે શિવજીની પૂજા કરો તો તેમાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરો, તે લાભને બદલે હાનિ પહોંચાડે  છે.

ભગવાન શિવને સફેદ ફૂલ બહુંજ પસંદ હોય છે. આમછતાં કેતકીનું ફૂલ સફેદ હોવા છતાં તે ભોળાનાથને ન ચઢાવવું. તે શિવની પૂજામાં વર્જિત છે. શિવપુરાણ અનુસાર કેતકીના ફૂલે જુઠ્ઠું બોલ્યું હતું. તેથી શિવજીએ તેનો પૂજામાંથી બહિષ્કાર કરેલો છે. તે વર્જિત ગણાય છે.

આમ તો હિંદૂ ધર્મમાં શંખનું વિશેષ મહત્વ છે. દેવી-દેવતાઓની આરાધનામાં શંખનો ઉપયોગ થાય છે. આમછતાં ભગવાન શિવની પૂજામાં શંખમાં પાણી ભરીને અર્પિત ન કરવું જોઈએ. તેમ કરવાથી તે શુભ ફળ દાતા ન બનતા અશુભ ફળ દાતા બને છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવે શંખચૂર નામના અસુરનો વધ કર્યો હતો. તેથી શંખ શિવજીની પૂજામાં વર્જિત માનવામાં આવે છે.

ભગવાન શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો જોઈએ. તેને પણ શિવપૂજામાં વર્જિત ગણવામાં આવી છે. તેનું કારણ એ છે કે ભગવાન શિવે દેવી વૃંદાના પતિ જલંધરનો વધ કર્યો હતો. દેવી વૃંદા તુલસી રૂપે અવતર્યા હતા. જેને ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી સમાન સ્થાન આપ્યું છે. શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવો.

શિવની પૂજામાં તલ ન ચઢાવવા. તલ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. તેથી તલ ભગવાન વિષ્ણુને અર્પિત કરવામાં આવે છે. પણ શિવને ચઢાવવામાં નથી આવતા.

ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખા ચઢાવવામાં નથી આવતા. આમ કરવાથી તેનું ખરાબ ફળ મળે છે. અક્ષત મતલબ કે જેની ક્ષતિ નથી તેવા. એટલે કે તૂટ્યા વગરના. શિવને આખા ચોખા ચડાવવાથી પ્રસન્ન થાય છે. પણ તૂટેલા ચોખા ચડાવવાથી ધનનાશ થાય છે.