If you do not want any kind of financial loss then must avoid these thing
  • Home
  • Astrology
  • રાત્રે ક્યારેય ન ખાશો આ વસ્તુઓ નહીંતો થઈ જશો કંગાળ, દરિદ્રતા ઘેરી વળશે

રાત્રે ક્યારેય ન ખાશો આ વસ્તુઓ નહીંતો થઈ જશો કંગાળ, દરિદ્રતા ઘેરી વળશે

 | 2:21 pm IST

ધન પ્રાપ્તિ માટે જ ફક્ત પૂજા પાઠ કરવામાં નથી આવતી આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણિત માં લક્ષ્મીજીના કેટલાક નિયમોનું પાલન કરવું પણ ખુબજ જરૂરી છે. ક્યારેક સમજમાં નથી આવતુ કે તમામ વસ્તુઓ કરી લીધા પછી શા માટે અચાનક ધનની હાની થાય છે. અચાનક આપણુ કામ અટકી જાય છે. આવુ ન થાય એ માટે પણ કેટલાક ખાસ નીતિ નિયમો છે.

દૂધની આ વસ્તુઓથી કરો પરહેજ
માન્યતા છે કે રાતના સમયે દહીંને ખાવુ ન જોઈએ. નહીંતો ધનનું નુકસાન થશે. આનુ પરિણામ વ્યક્તિને આર્થિક કષ્ટનો સામનો કરવો પડે છે. આથી રાત્રે આ વસ્તુઓ પરહેજ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ દિશામાં કરો ભોજન
ભોજન કરતા સમયે તમારૂ મુખ કઈ દિશામાં હોય તે પણ ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવુ જોઈએ. નહીંતો ધનની હાની થાય છે. આ સિવાય જો જૂતા પહેરીને ભોજન કરીએ તો આર્થિક સંકટ આવશે. જો કિચનમાં બેસીને ભોજન કરવામાં આવે તો આનાથી રાહુ શાંત થાય છે અને તકલીફોથી બચી શકાય છે.

કોગળા કરવા જરૂરી
મોટા ભાગે જોવામાં આવે છે કે સવારે ઉઠતાની સાથે જ બેડ ટી કે પાણી પીવાની આદત હોય તો બદલી નાખજો કેમકે કોગળો કર્યા વગર પાણી પીવું કે ચા પીવાથી ધનની હાની થાય છે. આ સિવાય એઠા હાથ કે પગથી ગાય અગ્નિ કે બ્રાહ્મણને સ્પર્શ ન કરશો. નહીંતો ધનની હાની થશે.

સુકાયેલા કરમાયેલા ફૂલને ઘરમાં ન રાખો
આપણે પૂજામાં લીધેલા ફૂલોને એકઠા કરીને કેટલાયે મહિનાઓ પછી વિસર્જીત કરીએ છીએ. આવુ ન કરતા ફૂલો તાજા હોય ત્યારેજ વિસર્જીત કરો નહીતો ધનની હાની થશે. ફૂલોને તમે ફૂલવાડીમાં કે ક્યારામાં પણ નાખી શકો છો. કેમકે સુકા ફૂલો રાખવાથી લક્ષ્મીજી નારાજ થાય છે. અને દૂર થઈ જાય છે.

એઠા હાથથી ઘીને ન અડશો
એવો ઉલ્લેખ છે કે જે જગ્યાએ ઘીને એઠા હાથે અડકતા હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય ટકતા નથી. આવી વ્યક્તિને ધન સંબંધી તકલીફો રહે છે. ઘીને શુદ્ધ કહેવામાં આવે છે. આનો ઉપયોગ કરતા હંમેશા ધ્યાન રાખો.

આ Video જુઓ:  બે પુષ્પ થકી મેળવો પિતા પુત્રની કૃપા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન