Do not wear Rudraksha at these places
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ જગ્યાઓ પર રુદ્રાક્ષને ધારણ ન કરતા, નહીં તો નિષ્ક્રિય થશે તેની શક્તિ

આ જગ્યાઓ પર રુદ્રાક્ષને ધારણ ન કરતા, નહીં તો નિષ્ક્રિય થશે તેની શક્તિ

 | 1:27 pm IST

હિંદુ માન્યતાઓમાં રુદ્રાક્ષનું ઘણું મહત્વ છે. તેને ભગવાન શિવનો અંશ માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુથી બનેલો છે. કહેવામાં આવે છે કે, માતા સતીના દેહ ત્યાગ બાદ ભગવાન શિવના રૂદનથી નિકળેલા આંસુઓ પૃથ્વી પર કેટલાક જગ્યાએ પડ્યા હતા અને તેનાથી પ્રકૃતિને રુદ્રાક્ષના રૂપમાં એક ચમત્કારીક તત્વ મળ્યો હતો.

ફાયદા માટે રુદ્રાક્ષ ધારણ કરવાનો નિયમ
શાસ્ત્રોં અને પુરાણો અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાને, ભગવાન શિવના દિવ્ય સ્વરૂપને ધારણ કરવા સમાન માનવામાં આવે છે. વિજ્ઞાન પણ માને છે કે, આને ધારણ કરવાથી સ્વસ્થ્ય લાભ મળે છે. જો તમે તેને ધારણ કરવા માંગતા હોવ તો, તમને અમુક નિયમોને ધ્યાનમાં રાખવું પડશે ત્યારે જ તમને પૂરેપૂરો લાભ મળશે.

આ જગ્યાઓ પર રુદ્રાક્ષ ધારણ કરી ને જવું ન જોઇએ
એવું માનવામાં આવે છે કે, સ્મશાન જતી વખતે રુદ્રાક્ષ ધારણ કરવું ન જોઇએ.

જ્યારે ઘરમાં આવે આ ખુશી ત્યારે
પ્રસૂતિ કક્ષમાં એટલે કે, જ્યાં બાળકનો જન્મ થયો હોય ત્યાં રુદ્રાક્ષ ધારણ કરીને, ત્યાં સુધી ન જવું જોઇએ જ્યાં સુધી બાળકનું જાતકર્મ ન થઈ જાય. તેની પાછળનું કારણ છે કે, ભગવાન શિવ જીવન અને મૃત્યુથી પરે છે, એટલે તેમના અંશરૂપ રુદ્રાક્ષને જીવન અને મૃત્યુના સ્થળો પર ધારણ ન કરવું જોઇએ. બીજું કારણ છે કે, આવી જગ્યાઓ પર જવાથી રુદ્રાક્ષ નિષ્ક્રિય થઈ જાય છે.

સૂતી વખતે રુદ્રાક્ષને ઉતારવું
રુદ્રાક્ષને સૂતા પહેલા કાઢી નાંખવું જોઇએ. કારણ કે, સૂતી વખતે શરીર તેજહીન અને અશુદ્ધ હોય છે. અને વ્યવહારિક રીતે પણ રુદ્રાક્ષના તૂટવાની શક્યતા હોય છે, જેના કારણે સૂતી વખતે તેની કાઢી નાંખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, ઓશીકા નીચે રુદ્રાક્ષ રાખીને સૂવાથી આત્મીય શાંતિ મળે છે અને ખરાબ સપના પણ આવવાના બંધ થઈ જાય છે.

સ્ત્રી-પુરુષોને આ વખતે રુદ્રાક્ષ ધારણ નહીં કરવું જોઇએ
જાતીય સંબંધો બાંધતી વખતે રુદ્રાક્ષ ધારણ ન કરવું જોઇએ. તેમજ મહિલાઓને માસિક દરમિયાન પણ રુદ્રાક્ષ ધારણ ન કરવું જોઇએ. કારણ કે, માસિક દરમિયાન શરીરને અશુદ્ધ ગણાવામાં આવે છે.

તામસી ખાવાનું ટાળો
રુદ્રાક્ષને ધારણ કરવા વાળા વ્યક્તિઓને તામસી ખોરાક અને દારૂ પીવાનું ટાળવું જોઇએ. જો તમે તેને ગ્રહણ, સંક્રાંતિ, અમાસ અને પૂનમ, શિવરાત્રી, શ્રાવણના સોમવાર, ચતુર્દશી પર ધારણ કરશો તો તે વધુ ફાયદાકારક રહેશે.