Do not worry Senator. One democracy will settle it & you know which one: S.Jaishankar
  • Home
  • Featured
  • કાશ્મીરને લઇ જયશંકરે અમેરિકાને જાહેરમાં કહી દીધું- ચિંતા ના કરશો, તમને ખબર જ છે કે…

કાશ્મીરને લઇ જયશંકરે અમેરિકાને જાહેરમાં કહી દીધું- ચિંતા ના કરશો, તમને ખબર જ છે કે…

 | 12:55 pm IST

જર્મનીમાં યોજાયેલા મ્યૂનિક સુરક્ષા સંમેલનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રાહે કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેના માટે જયશંકરે કહ્યું કે ચિંતા ન કરશો. એક લોકતંત્ર (ભારત) આનો નીવેડો લાવી દેશે અને તમે જાણો છો કે એ દેશ કયો છે? આ પહેલા ગ્રાહમે કહ્યું હતું કે કાશ્મીરથી પાછા આવ્યા બાદ હું એ સમજી શક્યો નથી કે લોકડાઉન ખત્મ ક્યારે થશે. બન્ને દેશો (ભારત-પાકિસ્તાન) ને આ મુદ્દાનો ઝડપથી નીવેડો લાવવો પડશે.

જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પોતાના ઈતિહાસની તુલનામાં હવે ઓછું વિશ્વાસપાત્ર રહી ગયું છે. જ્યારે તમે આના વિશે વિચારો છો તો આની ઘટતી જતી વિશ્વસનીયતા તમને ચોંકાવતી નથી. સંસ્થામાં હવે એ વસ્તુઓ નથી થઈ રહી જે 75 વર્ષ પહેલા થતી હતી. સ્પષ્ટ છે કે આમાં પરિવર્તન લાવવા માટે ઘણું કરવાની જરૂર છે. તેમણે એવું પણ કહ્યું કે એવા ઘણા દેશ છે, જ્યાં રાષ્ટ્રવાદ અંગે વધારે મૂર્ખતા છે. ઘણા કેસમાં રાષ્ટ્રવાદ વધારે અસુરક્ષિત છે. તથ્ય એ છે કે જે રાષ્ટ્ર વધારે રાષ્ટ્રવાદી દેખાતો હોય તે ઓછો બહુપક્ષીય હોય છે.

મોટા પાયે રાષ્ટ્રવાદને સ્વીકૃતી મળી

રાષ્ટ્રવાદ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે આ અંગે કોઈ સવાલ નથી ઉઠતો કે દુનિયામાં રાષ્ટ્રવાદની બોલબાલા છે. અમેરિકા, ચીન સહિત દુનિયાના ઘણા દેશોનું આની પર જોર છે. દેખીતું છે કે મોટા પાયે રાષ્ટ્રવાદની સ્વીકૃતિ મળી છે. મ્યુનિક સુરક્ષા સંમેલન 14 ફેબ્રુઆરીથી શરૂ થયું છે અને 16મી ફેબ્રુઆરીના રોજ સુધી ચાલશે.

શું છે મ્યુનિક સુરક્ષા સંમેલન

મ્યુનિક સુરક્ષા સંમેલન આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું એક મોટું મંચ છે. જ્યાં દુનિયાભરના નેતા અને ડિપ્લોમેટ્સ અગત્યના મુદ્દા પર પોતાના મંતવ્યો મૂકે છે. તેની શરૂઆત 1962મા જર્મન સૈન્ય અધિકારી એવાલ્ડ ફોન ક્લાઇસ્ટે કરી હતી. ક્લાઇસ્ટ એ સૈન્ય અધિકારી છે જેમણે તાનાશાહ એડોલ્ફ હિટલરની હત્યા કરવાની યોજના બનાવી હતી. બાદમાં તેઓ પ્રકાશક બની ગયા હતા. શીત યુદ્ધના જમાનામાં મ્યુનિક સુરક્ષા સંમેલનને વેરકુંડે કોન્ફરન્સના નામથી ઓળખાતી હતી.

આ વીડિયો પણ જુઓ : કોંગ્રેસ આંતરિક વિખવાદ આવ્યો સપાટી પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન