જાણો કેમ ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ચંદ્ર દર્શન ના કરવા - Sandesh
  • Home
  • Astrology
  • જાણો કેમ ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ચંદ્ર દર્શન ના કરવા

જાણો કેમ ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ચંદ્ર દર્શન ના કરવા

 | 2:07 pm IST

13 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે અને તેની સાથે જ 10 દિવસ સુધી ગણેશોત્સવની શરૂઆત થઇ જશે. શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીના દિવસે ચાંદના દર્શન કરવાની મનાઇ છે. ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીને ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસે ગણેશ ચતુર્થી તરીકે ઉજવાય છે.

એક દિવસ ગણેશજીને ચંદ્રલોક પરથી ભોજનનું આમંત્રણ આવ્યું. ગણેશજીને મોદક ખૂબ જ પસંદ હોવાથી ભોજનમાં તેમનું ધ્યાન મોદક પર જ હતું. ગણેશજીએ ત્યાં પેટ ભરીને મોદક ખાધા અને તેઓ પરત ફરતી વખતે મોદક પણ સાથે લઇ આવ્યા. ગણપતિદાદા બહુ જ બધા મોદક હતાં તેને સંભાળી શકયા નહીં. તેમના હાથમાંથી મોદક પડવા લાગ્યા, તેને જોઇને ચંદ્ર દેવ પોતાનું હસવું રોકી શકયા નહીં.

ચંદ્રદેવને હસતા જોઇ ગણેશજી ગુસ્સામાં આવી ગયા. ક્રોધમાં આવીને તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે જે પણ તેને જોશે તેના પર ચોરીનો કલંક લાગશે. સાથો સાથ ચંદ્રમાને શ્રાપ આપ્યો કે તેઓ આજથી તમે કાળા થઇ જશો.

ત્યારથી એવી માન્યતા છે કે ભાદ્રપદ માસના શુકલ પક્ષની ચતુર્થીના દિવસે જે પણ ચંદ્રના દર્શન કરશે તેના પર જુઠ્ઠાણાનો આરોપ લાગશે. આથી ભાદરવા મહિનાના શુકલ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા જોઇએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન