do one thing or remedy on dussehra according to your zodiac sign to victory over enemies
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • દશેરાના દિવસે રાશિ અનુસાર ભૂલ્યા વિના કરો આ કામ, શત્રુઓ થશે પરાસ્ત

દશેરાના દિવસે રાશિ અનુસાર ભૂલ્યા વિના કરો આ કામ, શત્રુઓ થશે પરાસ્ત

 | 6:28 pm IST
  • Share

  • આવતીકાલે દેશમાં ઉજવાશે દશેરાનો તહેવાર
  • ભૂલ્યા વિના કરી લો આ ખાસ કામ
  • શત્રુઓ જલ્દી થશે પરાસ્ત અને થશે ફાયદો

 

વિજયાદશમીનો તહેવાર બુરાઈ પર જીતનું પર્વ છે. દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આ દિવસે ખાસ ઉપાયો કરી લેવાય તો જાતકો હંમેશા શત્રુઓ પર જીત મેળવે છે. સાથે જ સમસ્યાથી જીત મેળવીને સુખ અને સમૃદ્ધિ ભર્યું જીવન જીવે છે. તો જાણો 12 રાશિના લોકોએ ખાસ ઉપાય કરી લેવા જોઈએ.

મેષ
આ રાશિના લોકોએ દશેરાના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી. સાથે જ તેઓએ દુર્વા અર્પિત કરીને લાડુનો ભોગ ચઢાવી લેવો.

વૃષભ
આ રાશિના લોકોએ દશેરાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી. કેમકે શ્રીરામે પણ રાવણની સાથે યુદ્ધ કરતા પહેલા શિવની આરાધના કરી હતી.

મિથુન
આ રાશિના લોકો દશેરાના દિવસે લાલ કપડામાં થોડો ગોળ બાંધીને જમીનની નીચે દબાવી રાખે તો તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.

કર્ક
કર્ક રાશિના લોકોએ પોતના શત્રુઓ પર વિજય મેળવવા સિવાય આર્થિક સ્થિતિમાં પણ સારુ પરિણામ મેળવીને ખુશ થવાનું રહેશે. આજે તમે સાવરણીની ખરીદી કરીને તેનાથી ઘરની સફાઈ કરો. દુઃખના દિવસો જલ્દી ખતમ થઈ જશે.

સિંહ
આ રાશિના લોકોએ દશેરાના દિવસે ગરીબોને ભોજન કરાવવું, આ સિવાય ઠંડીથી બચવા માટે કપડાનું દાન કરો તે જરૂરી છે.

કન્યા
આ રાશિના જાતકોએ દશેરા પર ભગવાન શ્રીરામને ગોળનો ખાસ ભોગ બનાવીને શત્રુ પર વિજય અપાવવા અને સમસ્યાને દૂર કરવાની પ્રાર્થના કરવી.

તુલા
તુલા રાશિના લોકોને દશેરાના દિવસે હનુમાનજીની આરાધના કરવી. તેનાથી તેમને ભગવાન રામ અને તેમના ભક્ત હનુમાન બંનેની કૃપા મળશે. તેમને બેસનના લાડુનો ભોગ લગાવવાનું શુભ રહે છે.

વૃશ્વિક
આ રાશિના લોકોએ આ દિવસે ગરીબોને દાન કરવાનું યાદ રાખવું. આમ કરવાથી તેમને મોટો લાભ મળી શકે છે.

ધન
ધન રાશિના લોકોએ ભગવાન ગણપતિને લાડુનો ભોગ અચૂક ચઢાવવો. આમ કરવાની સાથે તેમની શક્ય તેટલી આરાધના શુભ ફળ આપનારી સાબિત થાય છે.

મકર
મકર રાશિના લોકોએ ગરીબોને ભોજન કરાવીને તેમને દાન આપવું. તમામ મુશ્કેલીઓ જલ્દી દૂર થશે.

કુંભ
કુંભ રાશિના જાતકો દશેરાએ હનુમાનજીની આરાધના કરે તો તે શુભફળ આપે છે. તેમને ચૌલા ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

મીન
આ રાશિના લોકો દશેરાના દિવસે ગરીબોને દાન આપે તે જરૂરી છે. આમ કરવાથી તેમને પણ માનસિક અને આર્થિક બાબતોને વઈને મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો