RudraBhiShek by this 10 things will give you everything
  • Home
  • Astrology
  • શ્રાવણમાં કરો 10 ચીજોથી રુદ્રાભિષેક, ધન, સંતાન સહિતની થશે પ્રાપ્તિ

શ્રાવણમાં કરો 10 ચીજોથી રુદ્રાભિષેક, ધન, સંતાન સહિતની થશે પ્રાપ્તિ

 | 3:12 pm IST

શ્રાવણ મહિનો ખાસ છે તેમાંએ સોમવારનું વિશેષ મહત્વ છે. જે લોકો આ દિવસોમાં નિષ્ઠાથી પૂજા કરે છે તેમની તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે. આ મહીને ભગવાન શિવનો રુદ્રાભિષેક કરાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. તેમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે છે તેનાથી નસીબ ઉઘડી જતું હોય તેવું અનેક કિસ્સામાં જોવા મળે છે.

રુદ્રહૃદયોપનિષદમાં ભગવાન શંકંરના રુદ્રાભિષેકના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. એ અનુસાર જળથી શિવનો અભિષેક કરવો સૌથી સારું માનવામાં આવે છે. એનાથી મનની શાંતિ મળે છે. સાથે જ ઘરમાં ખુશીઓ આવે છે.

જે લોકો સાંસારિક સુખોને ભોગવવવા ઈચ્છે છે અને સમાજમાં પતિષ્ઠા મેળવવા ઈચ્છે છે તો તેમણે સોમવારે શિવજીને અત્તરનો અભિષેક કરવો જોઈએ. એનાથી વ્યક્તિનવે કામયાબી મળે છે અને પાસે હમેંશા ધન-ધાન્ય બની રહે છે.

જે લોકો ખૂબ ધન- દોલત કમાવા ઈચ્છે છે અને રાતોરાત અમીર બનવા ઈચ્છે છે તેમણે ભગવાન શંકરને શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ. તેનાથી મા લક્ષ્મીની કૃપા થાય છે.

જો કોઈ વ્યક્તિ પુત્રની કામના કરે છે તો શ્રાવણના સોમવારે સાકર મિશ્રિત જળનો શંકર ભગવાનને અભિષેક કરવો જોઈએ. એનાથી ઝડપથી સંતાનની પ્રાપ્તિ થાય છે. સાથે જ ભવિષ્યમાં બાળક મોટું થઈને બહું જ પ્રગતિ કરે છે.

જો કોઈ બીમારીથી છૂટકારો મેળવવો હોય તો ભગવાન ભોળાનાથને મધ કે કુશોદકથી અભિષેક કરવો જોઈએ. એનાથી પીડામાં ઘટાડો થાય છે. રોગ સામે લડવાની ક્ષમતા વધે છે.

જો કોઈ વ્યક્તિ પોતાના શત્રુઓથી પરેશાન હોય તો તેણે સોમવારે સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. એનાથી વિરોધીઓ પરાસ્ત થાય છે.

જે લોકો પુરુષાર્થથી સઘળું પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે ગંગાજળથી શિવજીનો અભિષએક કરવો જોઈએ. જળ અર્પણ કરતી વખતે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ.

જો કોઈનું મગજ વધું વિકસિત ન હોય અને તેમને ભૂલવાની બીમારી હોય તો અને ચીજોને સમજતાં વાર લાગતી હોય તો તેને ઠીક કરવા માટે શિવનો અભિષેક દૂધમાં સાકર મેળવીને કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિની માનસિક ક્ષમતામાં વધારો થાય છે.

જે લોકો સાંસારિક બંધનોથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે એવા લોકો કોઈ ધાર્મિક તીર્થ સ્થાનની પાસે આવેલી નદીના જળથી શિવજીનો અભિષએક કરવો જોઈએ. એનાથી એમને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળશે.