black til offering to shivji, makes tension away
  • Home
  • Astrology
  • શિવજીને કાળા તળ ચઢાવવાથી થાય છે ટેન્શન દૂર

શિવજીને કાળા તળ ચઢાવવાથી થાય છે ટેન્શન દૂર

 | 6:44 pm IST

હિંદૂ ધર્મમાં પુરાણો અને જ્યોતિષમાં સોમવારને ભગવાન શિવની પૂજા માટે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જો કે કેટલીક એવી માન્યતાઓ છે કે શુક્રવારે શિવજીની પૂજાનું સૌથી વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જો ભગવાન શંકરની કૃપા જોઈતી હોય તો શિવજીની શુક્રવારે પૂજા-આરાધના કરવી જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વ્રત, જપ , તપ જે પણ કરતાં હોય તે શુક્રવારે કરવાથી ભવિષ્ય સુરક્ષિત થઈ જાય છે. જે મુશ્કેલીઓ આવવાની હોય તે ટળી જાય છે.

આ વિધિથી કરો ભગવાન શિવજીની પૂજા
સવારે સ્નાન વગેરે કરીને પછી ભગવાન શિવની પ્રતિમા કે ચિત્રને એક લાલ કપડાં પર સ્થાપિત કરો.

હાથમાં જળ અને ફૂલ અને ચોખા લઈને આ મંત્રનું ઉચ્ચારણ કરો.
મમ શિવપ્રસાદ પ્રાપ્તિ કામનાય નિમિત્તં શિવપૂજનં કરિષ્યે ।

એ પછી શિવજી સામે ગાયનો શુદ્ધ ઘીનો દીવો  કરો. તેમાં એટલું ઘી પૂરો કે પૂજા પૂરી થાય ત્યાં સુધી જલતો રહે.
ભગવાન શિવજીને પૂજા ગંધ, ફૂલ અને બિલિપત્ર અર્પણ કરો. ફળનો ભોગ ચઢાવો.

એ પછી શિવજીની આરતી અને પ્રસાદને ભક્તોમાં વહેંચો.
તે પછી બે હાથ જોડી શિવજીની સ્તૃતિ કરો.

વંદે દેવ ઉમાપતિં સુરગુરું વંદે જગતકારણમ્ । વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિમ્ ।
વંદે સૂર્યશશાંક વહ્યિનયનં વંદે મુકુંદપ્રિયમ્ । વંદે ભક્તજનાયં ચ વરદં શિવં શંકરમ્ ।।

જયનાથ કૃપાસિંધો જય ભક્તર્તિભંજન, જય દુસ્તરસંસાર સાગરોત્તારણપ્રભો ।
પ્રસીદ મે મહાભાગ સંસારાત્ર્તસ્યખિદ્યતઃ, સર્વ પાપ ક્ષયં કૃત્વા રક્ષ માં પરમેશ્વર ।।

શિવજીને ચાંદીના ગ્લાસમમાં કેસર મિશ્રિત દૂધથી અભિષએક કરવાથી કુંડળીમાં રહેલો ચંદ્ર દોષ કે દૂષિત ચંદ્રનું શમન થાય છે. શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી પિતૃદોષની અશુભ અસરોમાં ઘટાડો થાય છે. પાણીમાં ગોળ ઓગળીને શિવલિંગ પર તેનો અભિષેક કરવાથી આવનારું સંકટ ટળી જાય છે. પાણીમાં ચોખા નાંખીને કે આખા ચોખા ચડાવવાથી લક્ષ્મીની કૃપા થાય છે.