Do surya pujan On Achal Saptmi, all happiness and prosperity will come
  • Home
  • Astrology
  • સૂર્યદેવની આ પૂજા આપે છે તમામ પ્રકારનું સુખ અને ઐશ્વર્ય

સૂર્યદેવની આ પૂજા આપે છે તમામ પ્રકારનું સુખ અને ઐશ્વર્ય

 | 1:25 pm IST

બારમી ફેબ્રુઆરીએ અચલા સપ્તમી  છે. આ સપ્તમીને રથ સપ્તમી પણ કહે છે. આ દિવસ સૂર્યનારાયણનો પ્રાગટ્ય દિવસ છે, તેથી આ દિવસ ભાનુ સપ્તમી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે વિશેષ રૂપે સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે. જો દિવસે વિશેષ રૂપે સૂર્ય આરાધના કરવામાં આવે તો જીવનમાં તમામ પ્રકારના સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાચા મનથી કરવામાં આવેલી પૂજા અનંત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. સૂર્યદેવના આર્શીવાદથી ખાસ કરીને સારા સ્વાસ્થ્ય અને સુખ તેમજ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આ રીતે કરો સૂર્ય સાધના
અચલા સપ્તમીના દિવસે સૂર્યોદયથી પૂર્વ સ્નાન કરીને ઉગતા સૂર્યના દર્શન અવશ્ય કરવા જોઈએ. સાથે સાથે આ મંત્ર બોલવો જોઈએ.
ૐ ધૃણિ સૂર્યાય નમઃ.

સૂર્યને જળ ચઢાવવું જોઈએ. એ સમયે ૐ આદિત્યાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ, ૐ રવયે નમઃ મંત્ર બોલવા જોઈએ.

સૂર્યને જે જળ ચઢાવવામાં આવે તેમાં કંકુ અને ફૂલ અર્પિત કરીને પછી એ જળ ચઢાવવું જોઈએ.

સૂર્યને જળ ચઢાવતી વખતે લાલ આસન પર બેસીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને આ મંત્રોના 108 વાર જાપ કરવા.

સૂર્ય મંત્રઃ
ૐ એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્પતે
અનુકમ્પય માં ભક્ત્યાં ગૃહણાર્ઘ્ય દિવાકર

ગાયત્રીમંત્ર બોલીને પણ સૂર્ય પૂજા કરી શકાય.

આમ કરવાથી સૂર્ય દેવની કૃપા મળશે અને તમારી સુખ અને સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે. તમારા શુભ કર્મોનું શીઘ્ર ફળ મળશે. અપયશ અને અપકિર્તિ દૂર થઈ જશે. તમારી અંદર એક નવી શુભ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમને સારી સફળતા મળવા લાગશે…