Sun maditation gives many benefit to human, should do every day
  • Home
  • Astrology
  • શ્રાવણમાં સૂર્યને બનાવો બળવાન, મેળવશો રાજા સમાન સુખ

શ્રાવણમાં સૂર્યને બનાવો બળવાન, મેળવશો રાજા સમાન સુખ

 | 7:43 pm IST

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય રાજા સમાન ગણાવવામાં આવ્યો છે. વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનો સામનો ત્યારે જ કરવો પડે છે જ્યારે સૂર્ય ગ્રહ નબળો હોય. સૂર્ય એ આત્માનો કારક છે. બળવાન સૂર્ય એક આત્મવિશ્વાસ આપે છે. જે તમારા કાર્યને સારી રીતે પાર પાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. બળવાન સૂર્ય કોઈપણ કાર્યને હાથમાં લેતાં તેમાં જશ આપે છે. સૂર્યએ સત્તાનો કારક ગ્રહ છે. જેની પાસે સત્તા હોય ત્યાં અનેક ઉપાધિઓ આપોઆપ દૂર થઈ જાય છે. સૂર્ય ઉપાસના કરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય પૈસે ટકે અતિ વિકટ સ્થિતિમાં આવતો નથી. સૂર્ય એ માનવી માટે સુખ કારક છે.

સૂર્યની ઉપાસના વ્યક્તિએ કરવી જ જોઈએ.
સૂર્ય હમેંશા બળવાન હોવો જોઈએ. તે માટે સૂર્ય ઉપાસના નિત્ય કરવી જોઈએ. બળવાન સૂર્ય ધરાવનારા વ્યક્તિની આભા જ અલગ હોય છે. તે સમાજમાં વિશેષ નામના અને કીર્તિ આપોઆપ મેળવે છે,તેના માટે કોઈ ખાસ પ્રયત્ન કરવા પડતાં નથી. સૂર્ય એ આત્માકારક છે. સૂર્ય ઉપાસનાથી આત્માને બળ મળે છે. સાથોસાથ સૂર્ય તો બળવાન થાય છે જ. જેને કારણે પૃથ્વી પર માનવજીવન અને ઋતુઓના ફેરફારને પણ બળ મળે છે. સમગ્ર સૃષ્ટિ સૂર્યને આધિન છે. માટે સૂર્ય બળવાન હોવો જરૂરી છે. સૂર્યની ઉપાસના વ્યક્તિએ કરવી જોઈએ. તેનાથી માત્ર તેનું જ નહિ સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે.

 કેવી રીતે કરવી સૂર્ય ઉપાસના
સૂર્યને બળવાન બનાવવા માટે રોજ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સવારે નાહીને સૂર્યને અર્ધ્ય આપતા આપતા  આદિત્યાય નમઃ, ભાસ્કરરાય નમઃ,  સૂર્યાય નમઃ કે પછી સૂર્ય ભગવાનના અગિયાર નામોનું પઠન કરવું જોઈએ. રવયે નમઃ નામના મંત્રોના પાઠ કરી શકાય. આ મંત્રને વધું તાકાતવાળો બનાવવા માટે આગળ રીમ્ શબ્દનો પ્રયોગ કરી શકાય છે. જેમ કે ઓમ રીમ્ સૂર્યાય નમઃ આ રીતે સૂર્ય ઉપાસના કરવાથી જીવનમાં ગમે તેવો વિકટ સમય કેમ ન આવે, તેમાંથી સુખદ માર્ગ મળી રહે છે. ધન-ધાન્ય અને ઐશ્વર્ય અને નામનાની પ્રાપ્તિ થાય છે. સૂર્ય ઉપાસના કરવાથી અનેક રોગોમાં કુદરતી રીતે જ બચાવ થાય છે. ખાસ કરીને કિડની ફેલ્યોર કે કેન્સર જેવી બીમારીથી કુદરતી જ બચાવ થાય છે.

સૂર્યને પ્રભાવશાળી બનાવવા માટે રોજ ગાયત્રી મંત્ર પણ આપે છે સારું ફળ
વેદોના મૂળમાં મુખ્યત્વે સૂર્ય ઉપાસના પર જોર દેવાયું છે. ગાયત્રીમંત્ર એ વિશેષ પાવરફૂલ મંત્ર છે. તેનું યોગ્ય ઉચ્ચારણ વ્યક્તિને અનેક પ્રકારે સુખી બનાવે છે. ગાયત્રી મંત્ર એ સાક્ષાત સૂર્ય છે. તે મનની શુદ્ધિનો મંત્ર છે. રોજ ગાયત્રીમંત્રની એક માળા પૂર્ણ શ્રદ્ધાથી કરીને સૂર્યને તાંબાના લોટામાં જળ ચડાવવાથી તમારો સૂર્ય બળવાન થાય છે. સાથો સાથ સૂર્યને પણ બળ મળે છે. પ્રભાવશાળી સૂર્ય રાજા સમાન સુખ આપે છે.

ગાયત્રીમંત્રઃ

શા માટે શ્રાવણમાં સૂર્ય ઉપાસના
સૂર્ય ઉપાસના માટે શ્રાવણ મહીનો ઉત્તમ છે, કારણકે આ સમયે સૂર્ય સ્વગૃહી એટલે કે પોતાની રાશિમાં હોય છે. મોટે ભાગે બ્રાહ્મણો જનોઈ શ્રાવણ મહીનામાં જ બદલે છે. આ સમયે કરેલી સૂર્ય ઉપાસના વિશેષ ફળદાયી હોય છે. માટે શ્રાવણમાં સૂર્ય ઉપાસના ખાસ કરવી જોઈએ.