do-swetark-ganpati-pujan-on-tuesday-all-problem-will-go-away
  • Home
  • Astrology
  • મંગળવારે કરો શ્વેતાર્ક ગણપતિનું પૂજન, દરેક મુશ્કેલીઓમાંથી તારી લેશે

મંગળવારે કરો શ્વેતાર્ક ગણપતિનું પૂજન, દરેક મુશ્કેલીઓમાંથી તારી લેશે

 | 8:59 pm IST

 પડકારો, વિટંબણાઓ, મુશ્કેલીઓ કે અવરોધો સામાન્ય રીતે જીવનનો એક હિસ્સો છે. તેના સામના થકી વ્યક્તિ જીવનમાં આગળ વધે છે. માનવી જાત અવલોકન કરવા પ્રેરાય છે તે પોતાનામાં કેટલાંક ગુણો વિકસાવીને વધું ઉચ્ચતા તરફ ગતિ કરે છે. આમછતાં પડકારો કે અવરોધો સતત પણે જ્યારે માનવીનો પીછો ન છોડે ત્યારે માનવી બીજું વિચારવા પ્રેરાય છે. કેટલીક વાર આ પાછળ ગ્રહદોષો જવાબદાર હોય છે તો કેટલીક વાર વાસ્તુદોષ કે પછી પિતૃદોષ જવાબદાર હોવાનું જાણવા મળે છે.

જ્યારે મુશ્કેલીઓ સરળતાથી પીછો છોડતી નથી ત્યારે માનવી સૌ પ્રથમ ભગવાનને યાદ કરે છે. મંગળકર્તા, શુભ કર્તા, દુઃખ હર્તા વિધ્નહર્તા શ્રીગણેશ પહેલાં યાદ કરવામાં આવે છે. ગણેશજીની આરાધના થકી કે પૂજા પાઠ થકી અનેક દોષોમાંથી મુક્તિ મળે છે. આમછતાં આજે આપણે ખાસ કરીને શ્વેતાર્ક ગણપતિ વિશે જાણીશું…  

1. જો ઘરમાં અશાંતિ અને ક્લેશ રહેતો હોય તો ઘરના મુખ્ય દરવાજાની ઉપર બહારની તરફ શ્વેતાર્ક ગણેશની સ્થાપના કરવી. શ્વેતાર્ક ગણેશ એટલે કે સફેદ આંકડાના મૂળમાંથી બનેલી ગણેશજીની પ્રતિકૃતિ. આ ગણેશજીની સ્થાપનાથી ઘરમાંથી દુ:ખ દૂર થવા લાગશે અને ઘરમાં સુખ-શાંતિ વધશે. રહે છે.

2. જો બુધવારે ઘરમાં શ્વેતાર્ક ગણપતિની પૂજા આરાધના કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

3. જો બુધવારે શ્વેતાર્ક ગણપતિ પાસે ગણપતિ અથર્વશિર્ષનો પાઠ કરવામાં આવે તો ગણપતિ સિદ્ધ થઈ જાય છે. તે સર્વ પ્રકારે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે.

4. જો વેપારમાં નુકસાન જતું હોય તો ઓફિસમાં કે દુકાનમાં શ્વેતાર્ક ગણપતિની સ્થાપના કરીને નિત્ય પૂજન કરો. ટૂંક સમયમાં જ ધંધો ધમધોકાર ચાલવા લાગશે.

5. જો પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો બુધવારે શ્વેતાર્ક ગણપતિ પાસે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરો. સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. ઝડપથી દૂર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન