Do the darshan in sidhanath mahadev, BhaktiVideo
  • Home
  • Featured
  • ઘર બેસીને કરો સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન, Video

ઘર બેસીને કરો સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન, Video

 | 9:24 am IST

આજે છે જેઠ સુદ ત્રીજ અને સોમવાર ત્યારે ભક્તિ સંદેશની આજની આ પાવન યાત્રા સમર્પિત કરીશું શિવજીના ચરણોમાં..તેમની આરતી અને ભજન વંદના કરીને મેળવીશું તેમની કૃપા.

ઉપરાંત સુરતના ઓલપાડ ખાતે બિરાજીત શિવજીની પાવન મંદિરના કરીશું દર્શન અને અંતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે શિવજીના ષોડષોપચાર પુજનનું ફળ એક દિવ્ય મંત્ર દ્વારા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની ખાસ વાત..આવો ત્યારે શિવજીની અસીમકૃપા પ્રાપ્ત કરવા શરુઆત કરીએ આ ભક્તિ સભર યાત્રાની. 

હવે આપને દર્શન કરાવીશુ સિદ્ધનાથ મહાદેવ મંદિરના. આ સ્વયંભૂ શિવલિંગ સુરતના ઓલપાડમાં આવેલુ છે. આ પવિત્ર મંદિરમાં શિવલિંગની સાથે મહાદેવની અલૌકિક પ્રતિમાના પણ દર્શન કરી શકાય છે. કહેવાય છે કે જો તમે આ મંદિરના બન્ને સ્વરુપને એક વાર નતમસ્તક થઇ ગયા તો જીવનપર્યન્ત કદી નહી થાય આપને દુઃખોનો સંગાથ..આવો કરીએ આ દિવ્ય મંદિરના દર્શન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન