Do the Darshan maa umiya Video BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો સુરેન્દ્રનગરના મા ઉમિયા માતાના મંદિરના, Video

દર્શન કરો સુરેન્દ્રનગરના મા ઉમિયા માતાના મંદિરના, Video

 | 9:16 am IST

મા ભગવતી જે હંમેશા પોતાના ભક્તોનું કરે છે કલ્યાણ. ત્યારે મા પાર્વતીનું સ્વરૂપ એવા મા ઉમિયાના સુંદર ધામના આવો કરીએ દર્શન. સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ પર પ્રસિધ્ધ અને ઐતિહાસિક ઉમીયામાતાનુ ભવ્ય મંદિર આવેલું છે આ ધામમાં ધાર્મિક કાર્યોની સાથે સેવાકીય પવૃતિઓ પણ કરવામાં આવે છે તો આવો દર્શન કરીએ અને મેળવીએ મા ઉમિયાના આશીર્વાદ.

ભગવાન શિવ રાક્ષસ હણવા ઉમા સાથે ગયા. સરસ્વતી તીરે ઉમાને ઉતાર્યા. ઉમાએ માટીનાં બાવન પૂતળા બનાવ્યાં. ભગવાન શિવે આવીને સજીવન ર્ક્યાં. જે કડવા પાટીદારોની બાવન શાખના મુળપુરુષો થયા. મા ઉમા કડવા પાટીદારોના કુળદેવી બન્યાં. તેમને સુખી, સમૃધ્ધ અને આબાદ થવાના અને જ્યારે યાદ કરશે ત્યારે સહાય કરવાના આશીર્વાદ આપ્યા. ભગવાન શિવે ઉમાપુર ખાતે મા ઉમાની સ્થાપના કરી.

મા ઉમિયાના દેહના ભાગોમાંથી એકાવન શક્તિ પીઠ બની. જ્યારે બીજા અવતારે ઊંઝા ખાતે માની સ્થાપના શિવે કરી, જે તેમનું અખંડ સ્વરૂપ છે. શરીરના ભાગની કોઇ શક્તિપીઠ નથી. જેની આરાધનાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન