Do the Darshan Of Gajanan Ganpati, BhaktiWithSandesh Video
  • Home
  • Featured
  • દર્શન કરીએ ગજાનન ગણેશના સુંદર અને અનોખા મંદિરના, Video

દર્શન કરીએ ગજાનન ગણેશના સુંદર અને અનોખા મંદિરના, Video

 | 8:30 am IST

આજે છે પોષ વદ બારસ અને મંગળવાર. આજે કરીશુ ગજાનન ગણેશના સુંદર અને અનોખા મંદિરના દર્શન.સાબરકાંઠાના કડિયાદરા ગામમાં નિર્મિત ગણેશ મંદિરના કરીશુ દર્શન. મંગળવારે ગજાનન ગણપતિના દર્શન કરવાનો છે મહિમા.

ત્યારે આજની આ સફરમાં આપણે મુલાકાત કરીશુ સાબરકાંઠાના કડીયાદરા ગામ થી 1 કિલોમીટર ના અંતરે આવેલ સુંદર ગણેશ મંદિરના કે જ્યાં ભક્તો ધરો અને જાસુદનું પુષ્પ પાર્વતીનંદના ચરણોમાં અર્પણ કરી પોતાની માનતા પૂર્ણ થતી હોવાનો રાખે છે વિશ્વાસ. તો આવો દર્શન કરીએ આ અલૌકિક ધામના.

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે.
ગણેશ શિવજી અને પાર્વતીનાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે.

ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન