Do the darshan of harihar maruti tirth dham, Video
  • Home
  • Featured
  • શનિવારે દર્શન કરીએ અમદાવાદમાં આવેલા શ્રી હરિહર મારૂતિ તીર્થધામના, Video

શનિવારે દર્શન કરીએ અમદાવાદમાં આવેલા શ્રી હરિહર મારૂતિ તીર્થધામના, Video

 | 8:58 am IST

આજે છે જેઠ સુદ એકમ અને શનિવાર.શનિવારે હનુમાનની ભકિત કરવાનો મહિમા રહેલો છે જેથી આજે દર્શન કરીશુ અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલ શ્રી હરિહર મારુતિ તીર્થધામના.સાથે પવનપુત્રની આરતી અને ભજન દ્વારા કરીશુ ઉપાસના.

તો ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે હાલના સમયમાં સાહસ અને સિદ્ધિની પ્રાપ્તિ કરવા હનુમાનજીનો કયા શ્લોકનું કરવુ પઠન જે છે ચમત્કારિક.તો આવો આ સમસ્ત બાબતો સાથે અને કષ્ટભંજનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવો કરીએ આ યાત્રાનો આરંભ.

જેના નામ સ્મરણથી આસુરી શક્તિનો નાશ થાય છે એવા પવનપુત્ર હનુમાનજીની આપણે ઉપાસના કરીશુ.આરતી દ્વારા જે ભક્ત હનુમાનજીને ભજે છે તેના પર થાય છે અપાર કૃપા. તો આવો સાથે મળીને લીન થઈએ હનુમાનજીની પવિત્ર આરતીમાં.

અમદાવાદમાં આવેલા શ્રી હરિહર મારૂતિ તીર્થધામનું મહાત્મય અનોખુ છે.અહી હનુમાનજીના દર્શન કરવાથી તમામ મનોકામના પૂરી થતી હોવાની ભક્તોની આસ્થા છે.પ્રાચીનતમ ઇતિહાસ ધરાવતુ આ મંદિર કેમ બન્યુ છે તીર્થસ્થળ આવો જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન