Do the Darshan of koteswar mahadev in kutch BhaktiVideo
  • Home
  • Featured
  • દર્શન કરીએ કચ્છના કોટેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરના, Video

દર્શન કરીએ કચ્છના કોટેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરના, Video

 | 8:56 am IST

કચ્છના લખપત તાલુકા આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મંદિર માનવામાં આવે છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે.

મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે. કચ્છના બંદરોના ઇતિહાસમાં સૌથી જૂનામાં જુનું બંદર હતું , પૌરાણિક ધામ આ કોટેશ્વરની કથા એવી છે કે એક વખત લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર તપ કર્યું અને તપ કરી કૈલાસપતિ ભોળાનાથ મહાદેવને પ્રસન્ન કર્યા

ત્યારે એ સમયે એ કૈલાસપતિ ભોળાનાથે રાવણને વરદાન માંગવા કહ્યું ત્યારે રાવણે વરદાન માંગ્યું કે હે સદા શિવ હું આપની સદા ભક્તિ કરતો રહુ,ભગવાન શિવે પ્રસન્ન થઇ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા પ્રતિપાદિત કરેલું શિવલિંગ રાવણને આપ્યુ અને કહ્યું હતું કે રાવણ હું તને મારી ભક્તિ કરવા માટે આં શિવલિંગ આપું છું પણ જ્યાં તું નીચે મૂકીશ ત્યાં એ કોટી થઇ જશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન