Do the Darshan of mardeswar mahadev in panchmahal
  • Home
  • Featured
  • દર્શન કરો પંચમહાલના શહેરામાં આવેલ સ્વયંભુ પ્રગટ થયેલા મરડેશ્વર મહાદેવના, Video

દર્શન કરો પંચમહાલના શહેરામાં આવેલ સ્વયંભુ પ્રગટ થયેલા મરડેશ્વર મહાદેવના, Video

 | 8:53 am IST

પંચમહાલના શહેરાના પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવ ના દર્શન નું વિશેષ મહત્વ રહેલું છેચમત્કારિક શિવલીંગ સ્વંય શંકર ભગવાનની પ્રતિતી કરાવે છે. પંચમહાલના શહેરા ખાતે પલીખંડા હાઈવે માર્ગ ને અડી ને આવેલ આ ભગવાન મરડેશ્વર મહાદેવ નું મંદિર ભગવાન શિવ નું પ્રાચીન અને સ્વયંભુ આઠ ફૂટ નું વિશાળ લિંગ ધરાવે છે .

આ ભવ્ય શિવલિંગ મરડિયા પથ્થર માંથી બનેલું હોઈ તે મરડેશ્વર તરીકે ઓળખાય છે. લિંગમાંથી સ્વયંભુ અવિરત સતત ગંગાજળ વહ્યા કરે છે .પ્રતિવર્ષ આ લિંગ ચોખા ના દાણા જેટલું શિવરાત્રી ની રાત્રી એ વધતું હોવાની પણ માન્યતા છે અહી શ્રાવણ માસ માં શિવ ભક્તો અહી મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે વર્ષ દરમિયાન સ્થાનિક રાજ્ય સહિત અન્ય રાજ્ય માંથી પણ ભાવિક ભક્તો મરડેશ્વર મહાદેવના દર્શન માટે આવતા હોય છે.

દેશભરમાં 12 પ્રસિદ્ધ જર્યોતિલીંગ આવેલા છે. પરંતુ પંચમહાલ નાં ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ પર શહેરા પાસે પાલીખંડા ખાતે હાઈવે માર્ગ ને અડીને આવેલ મરડેશ્વર મહાદેવ સ્વંયભૂ શિવલીંગ છે શ્રાવણ માસ મા ખાસ મહત્વ અહી રહેલું છે આ મરડેશ્વર મહાદેવ નું સ્વયંભુ શિવલિંગ પ્રતિવર્ષ શિવરાત્રી ની રાત્રી એ ચોખાના દાણા જેટલું વિકાસ પામી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન