BhaktiWithSandesh Do the Darshan of mata kunta
  • Home
  • Featured
  • દર્શન કરો ખંભાતના અખાતના કિનારે આવેલ માતા કુંતાના પાવનકારી ધામના, Video

દર્શન કરો ખંભાતના અખાતના કિનારે આવેલ માતા કુંતાના પાવનકારી ધામના, Video

 | 8:45 am IST

દેવી સ્થાનકોને ઉર્જાનું સ્ત્રોત માનવામાં આવે છે.દેવી સ્થાનકના દર્શને જતા ભક્તોમાં એક નવી અને હકારાત્મક ઉર્જાના સ્ત્રોતનો સંચાર થાય છે જેથી કરીને જ દેવી સ્થાનકોએ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને આવુ જ એક ઉર્જાના અખુટ સ્ત્રોતને ધરાવતુ અનોખુ સ્થાનક છે ખંભાતના અખાતના કિનારે સ્થિત માતા કુંતાનું પાવનકારી ધામ.આવો આ ધામના દર્શન કરીએ અને જાણીએ આ સ્થાનકનો મહિમા.

ધર્મરાજ યુધિષ્ઠિર,મહાબલી ભીમ અને ધનુરધર અર્જુનની માતા,માતા કુંતા..આવા વિર પુત્રોને જન્મ આપનારા માતા પણ શક્તિ સ્વરુપા સરીખુ જ સ્થાન ધરાવે છે..અને આ શક્તિ સ્વરુપા માતા કુંતાનું એક અલાયદુ ધામ ખંભાતના ધુવારણ ખાતે નિર્મિત છે જે ભક્તોના મન અનોખી આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે.

ખંભાતના અખાતને કિનારે સ્થિત આ મંદિ સૂર્ય,સાગર અને શક્તિનુ ત્રિવેણી સંગમ ધરાવતુ આ મંદિર લાખો લોકોની મનમાં અદકેરુ સ્થાન ધરાવે છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પહોચવા માટે આ પર્વત સરીખા પગથિયા ચઢવા પડે છે અને આટલા પગથિયા ચઢીને પછી જ આપ પહોચો મા કુંતાના મુખ્ય ગર્ભગૃહમાં.આ ગર્ભગૃહમાં પ્રવેશીને ઘંટારવ કરીને ભક્તો માતાને પોતે આવ્યા હોવાની હાજરી પુરાવે છે અને માતાને નતમસ્કત થઇને ધન્યતાની કરે છે અનુભુતિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન