Do The Darshan of panchmukhi hanumanji, Bhaktivideo
  • Home
  • Featured
  • દર્શન કરો અમદાવાદના વિરમગામમાં આવેલ પંચમુખી હનુમાનજીના, Video

દર્શન કરો અમદાવાદના વિરમગામમાં આવેલ પંચમુખી હનુમાનજીના, Video

 | 9:05 am IST

આજે આપને દર્શન કરાવીશુ પંચમુખી હનુમાનજીના જે સ્થાનક અમદાવાદના વિરમગામમાં આવેલુ છે.અહિં સંત રામકુમારદાસજીએ 103 વર્ષના જીવન દરમિયાન પવનપુત્રની આરાધના કરી અને પ્રભુના જ ચરણોમાં સમાધિ લીધી. વિરમગામના આ પંચમુખી હનુમાન મંદિરમાં રામસીતા લક્ષ્મણ અને ઉમિયા માતાના પણ દર્શન થાય છે. તો આવો જાણીએ વિરમગામના આ હનુમાન મંદિરનો મહિમા.

જ્યાં હનુમાન હોય ત્યાં પ્રભુ શ્રી રામ પણ અચુક હાજરી આપે છે.. આ જ વાતને સાર્થક કરતા અંહિ રામ સીતા લક્ષ્મણની અલૌકિક પ્રતિમા દ્રશ્યમાન થાય છે.. એટલુ જ નહિ સાથે મા ઉમિયાની પણ સ્થાપના કરાઈ છે.. ના માત્ર વિરમગામથી પરંતુ આસપાસના તમામ જીલ્લામાંથી ભક્તો આસ્થાભેર અહિં પધારતા હોય છે.

આ ધામનું નિર્માણ કેવી રીતે થયુ તેની રોચક કથા સાંભળવા મળે છે.કહેવાય છે કે આજથી વર્ષો પહેલા અહિં રામકુમારદાસજી મહારાજ નામના સંતે આશ્રમની સ્થાપના કરી. ખાખીબાપુના નામે ઓળખાતા આ સંત હનુમાનજીના પરમ ભક્ત અને પરમ ઉપાસક હતા.જેમ શ્રી રામનું નામ હનુમાજીના મુખ પર રમતુ રહે છે તેવી જ રીતે રામકુમારદાસજી મહારાજ પણ પવનપુત્રની આરાધનામાં લીન બનતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન