Do the Darshan of ram charitra mandir at rajkot, Video
  • Home
  • Featured
  • દર્શન કરીએ રાજકોટમાં આવેલ રામ ચરિત્ર માનસ મંદિરના, Video

દર્શન કરીએ રાજકોટમાં આવેલ રામ ચરિત્ર માનસ મંદિરના, Video

 | 9:01 am IST

રામ ચરિત્ર માનસ મંદિરના કરીએ દર્શન કે જે આવેલુ છે રાજકોટથી 14 કિમીના અંતરે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહી આવતા લોકો તરતા પથ્થરને કદી નથી ભૂલતા…તો સાથે જ અહીં ભક્તો દ્વારા નિત્ય રામધૂન બોલાવી શ્રી રામની ભક્તિ કરવામાં આવે છે તો આવો દર્શન કરીએ આસ્થા અને શ્રદ્ધાથી ભરપુર આ ધામનાં. 

આ છે રામ ચરિત્ર માનસ મંદિર જે રાજકોટ થી 14 કિલોમીટર દુર રાજકોટ મોરબી હાયવે રોડપર આવેલ રતનપર ગામ પાસે આવેલું છે… આ મંદિર ની જો વાત કરવામાં આવેતો આ મંદિર નિર્માણ ના બીજ 1969માં રોપાયા હતા.

ગીતા મંદિરના પ્રખર રામાયણી અને ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજે એક વખત વિચાર પ્રગટ કર્યો હતો કે રામાયણ જ્ઞાનના અભ્યાસ માટે રાજકોટ એક છોટા કાશી સમાન છે..અને પ્રજાસાથ આપે તો પોતે જીવન પર્યત સહકાર આપવાની ત્યારીઓ દર્શાવી હતી..અને બાદમાં રતનપર ના જ વતની દોલતશિહ ઝાલાએ અને તેના ભાઈ સુરુભા ઝાલા એ મંદિર માટે 10.૦૦૦ વાર જમીન આપી દીધી .

1970માં રણછોડદાસ બાપુના આશીર્વાદ થી વિશ્વવંદનીય ભાગવતાચાર્ય ડોંગરેજી મહારાજના પાવન હસ્તે રતનપરમાં રામચરિત માનસ મંદિર નું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું …અને આજે આમંદિર 23 એકર જમીન માં ફેલાયાયેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન