Do the Darshan of sidhi vinayank BhaktiWithSandesh Video
  • Home
  • Featured
  • વિનાયક ચતુર્થીએ કરીએ સિદ્ધિ વિનાયકના કલ્યાણકારી મંદિરના દર્શન, Video

વિનાયક ચતુર્થીએ કરીએ સિદ્ધિ વિનાયકના કલ્યાણકારી મંદિરના દર્શન, Video

 | 9:16 am IST

જેઠ સુદ ચોથ અને મંગળવાર..આજે વિનાયક ચતુર્થી હોવાથી આજની આ ભક્તિ યાત્રા આપણે સમર્પિત કરીશું ગજાનન ગણપતિના શિરે..તેમની આરતી અને ભજન વંદના થકી પ્રાપ્ત કરીશું તેમના આશિર્વાદ..

ઉપરાંત સુરતના ભાઠેના વિસ્તારમાં સ્થિત શ્રી સિદ્ધિવિનાયક સ્વરુપના કરીશું કલ્યાણકારી દર્શન.અને અંતમાં શાસ્ત્રી
પ્રફુલભાઇ પંડ્યા જણાવશે શ્રી ગણેશના તમામ સ્તોત્રમાંથી ઉત્તમ એવા સંકટનાશન સ્તોત્ર થકી સંકટો દુર કરવાના શાસ્ત્રીય ઉપાય..આવો ત્યારે શ્રી ગણેશની અસીમ કૃપા પ્રાપ્ત કરવા શરુઆત કરીએ આ પવિત્ર યાત્રાની..

હવે આપને દર્શન કરાવીશુ પાર્વતીનંદનના એક અતિ કલ્યાણકારી સ્થાનકના જે સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલુ છે. જ્યાં દુંદાળા દેવના હાથમાં દંડ અને મોદક શોભે છે, જ્યાં સ્વર્ણ જડેલા મુષકરાજ સૌ ભક્તોને આવકારે છે, આવુ ધામ તો પરમ કલ્યાણકારી જ કહેવાય ને. તો આવો સુરતમાં બિરાજીત સિદ્ધિ વિનાયકના ચરણોમાં આપણે પણ વંદન કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન