Do the Darshan of sidhivinayak dev, BhaktiWithSandesh Video
  • Home
  • Featured
  • ખુબજ પ્રખ્યાત જામનગરમાં બિરાજમાન સિદ્ધિવિનાયક દેવના કરીએ દર્શન, Video

ખુબજ પ્રખ્યાત જામનગરમાં બિરાજમાન સિદ્ધિવિનાયક દેવના કરીએ દર્શન, Video

 | 8:25 am IST

આજે છે ચૈત્ર સુદ ચૌદશ અને મંગળવાર ત્યારે ભક્તિ સંદેશની આ કલ્યાણકારી સફરમાં આજે આપણે ભજીશું ગજાનન ગણપતિને..ગજાનની આરતી અને ભજનવંદના થકી પ્રાપ્ત કરીશું વિઘ્નેશ્વરની કૃપા અને સાથે જ જામનગરના સપડા ગામે ડુંગર પર બિરાજતા સિદ્ધિ વિનાયક દેવના કરીશું દર્શન..

ભગવાન શ્રી ગણેશ કળિયુગમાં સૌથી શિઘ્ર રીઝી જતા દેવ માનવામાં આવે છે..અને તેમની ઉત્તમ અનુકંપા પ્રાપ્ત કરવાનો એક સરળ માર્ગ છે તેમની આરતી..આવો ત્યારે સાથે મળીને કરીએ વિશ્વનેશ્વરની આરતી.

આમ તો ડુંગર પર બિરાજવાનું સૌભાગ્ય દેવી શક્તિને મળેલુ છે પરંતુ જામનગરમાં એક સ્થાનક એવુ પણ છે કે જ્યાં ગજાનન ગણપતિને થયુ છે સૌભાગ્ય પ્રાપ્ત ડુંગર પર બિરાજવાનું.અહિ આવતા તમામ ભક્તોના કાર્યો તેઓ સિદ્ધ કરે છે એટલે જ તેમને કહેવાય છે સિદ્ધિવિનાયક દેવ.આવો આપણે પણ દર્શ કરીએ આ પાવનકારી દેવના..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન