Do the Darshan of umiya temple, Video BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો ઉંઝાના મા ઉમિયા મંદિરના, Video

દર્શન કરો ઉંઝાના મા ઉમિયા મંદિરના, Video

 | 8:57 am IST

કહેવાય છે કે આ જગતની ઉત્પત્તિમાં શક્તિ જ કારણભૂત છે.તેથી જ સનાતન ધર્મમાં વિવિધ સ્વરુપે આધ્યશક્તિની ઉપાસના યુગોયુગોથી થતી આવી છે. હાલ નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે આજે આપણે દર્શન કરીશુ મહેસાણા જિલ્લાના ઉંઝા ગામે આવેલા ઉમિયા માતાના પવિત્ર મંદિરના. કહેવાય છે કે મા ઉમિયા એ પાર્વતીનું જ સ્વરૂપ છે. અહીંયાં તેમને ‘કડવેશ્વરી ભગવતી ઉમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઊંઝા ગામે મંદિરમાં માતાની પૌરાણિક મૂર્તિ છે..નવરાત્રી દરમિયાન નંદી પર સવારી કરતા ”મા ઉમિયામાતા” ના દર્શનનો મહિમા અનેરો છે. શાસ્ત્રોમાં જણાવેલી પ્રાચીન દંતકથા પ્રમાણે જ્યારે શ્રી વિષ્ણુએ સતીના નશ્વર દેહના 52 ટુકડા કર્યા હતા અને એ ટુકડા (અંગ) જ્યાં જ્યાં પડયા ત્યાં શક્તિપીઠની રચના થઈ. દરેક શક્તિપીઠે ‘મા’ નું એક અંગ પૂજાય છે પણ અહીં ઊંઝા ગામે ”મા ઉમિયા” અખંડ સ્વરૂપે પ્રગટ થયા છે.

લોકવાયકા પ્રમાણે એવું પણ કહે છે કે “મા ઉમિયા” મોલ્લોતોના જુના ઘરમાં પ્રાગટ્ય થયું હતું. મોલ્લોતોના ગોખમાં માતાજીનું જૂનું પ્રાચીન મંદિર છે. પછી અત્યારે જ્યાં મંદિર છે ત્યાં મોલ્લોતોમાંથી માતાજીની જ્યોત લાવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

શિવ અને શક્તિ એક જ છે તેથી જ તો કહેવાય છે કે જ્યાં શિવજી છે ત્યાં ઉમા છે અને જ્યાં ઉમા છે ત્યાં શિવજી છે. સૃષ્ટિનું પરમ સત્ય છે જ્યાં શિવજી છે ત્યાં કૈલાસ છે અને જ્યાં કૈલાસ છે ત્યાં માનસરોવરનું હોવું એક સુખદ સહયોગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન