Do the Darshan Of ZanZariya hanuman BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરીએ ભાવનગરના અધેવાડા ગામે આવેલ પાવનધામ ઝાંઝરીયા હનુમાનના, Video

દર્શન કરીએ ભાવનગરના અધેવાડા ગામે આવેલ પાવનધામ ઝાંઝરીયા હનુમાનના, Video

 | 8:37 am IST

દેવ હનુમાન કળિયુગમાં સૌથી શીઘ્ર ફળ આપનારા દેવ માનવામાં આવે છે..કહેવાય છેકે તેમના કોઇ પણ સ્વરુપના એક વાર દર્શન કરી લેવામાં આવે તો જીવનની તમામ આધિ વ્યાધી અને ઉપાધી ટળી જાય છે..આવા જ કલ્યાણકારી સ્વરુપના દર્શન કરવા આવો જઇએ ભાવનગરના અધેવાડા ગામે કે જ્યાં દેવ હનુમાન બિરાજે છે ઝાંઝરીયા હનુમાનના નામે..આવો આ મંદિરનો જાણીએ મહિમા.

ભાવનગર ના અધેવાડા ગામ પાસે આવેલુ છે ઝાંઝરીયા હનુમાન મંદિર. સામાન્ય રીતે દેવ હનુમાનનુ સ્મરણ માત્ર જ જાતકની તમામ મુશ્કેલીઓના અંત માટે પર્યાપ્ત હોય છે..તેવામાં જો તેમના કોઇ પાવન સ્વરુપના દર્શન થઇ જાય તો જીવન ધન્ય થઇ જાય છે..અને અહીં ઝાંઝરીયા હનુમાન મંદિરમાં દર્શને આવતા ભક્તો પણ આ જ દિવ્ય ધન્યતાની અનુભુતિ કરતા નજરે પડે છે.

આ મંદિર ભલે એક નજરે જોતા એટલુ વિશાળ ન લાગે પરંતુ આ મંદિરમાં આવતા ભક્તોનો જમાવડો તે વાતની સાબિતી છે કે આ મંદિરમાં ભક્તોની કેટલી શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે.મંદિરમાં દર્શને આવતા ભક્તોને મંદિરની અંદર હનુમાનજીની ખુબ જ સુંદર મૂર્તિના દર્શન થાય છે..અહીં હનુમાનજીની મૂર્તીની પાછળ પ્રભુ રામ,માતા સીતા અને ભાઇ લક્ષ્મણની મૂર્તિ પણ બિરાજમાન કરાઇ છે..જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચુકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન