Do the Darshan Shri Radha Shyamsunder ISKCON temple
  • Home
  • Featured
  • ખુબજ પાવનકારી અને મનોહર એવા શ્રી રાધા શ્યામસુંદર ઇસ્કોન મંદિરના કરીએ દર્શન,Video

ખુબજ પાવનકારી અને મનોહર એવા શ્રી રાધા શ્યામસુંદર ઇસ્કોન મંદિરના કરીએ દર્શન,Video

 | 9:00 am IST

શ્રી હરી વિષ્ણુના સૌથી સુંદર સ્વરુપ શ્રી કૃષ્ણ સ્વરુપને જગદગુરુ કહેવામાં આવે છે કૃષ્ણના વર્ણનમાં તેઓ હંમેશા શ્યામ વર્ણ ધરાવતા કિશોર સ્વરુપે જોવા મળે છે પરંતુ સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલ શ્રી રાધા શ્યામસુંદર ઇસ્કોન મંદિરમાં શ્રી કૃષ્ણ નીલવર્ણી સ્વરુપે અને દેવી રાધા સંગ છે બિરાજમાન..અને અહીં શ્રી કૃષ્ણના દર્શન કરતા ભક્તોને મળે છે તેમના પાવનકારી આશિષ…આવો ત્યારે આ સાથે મળીને જાણીએ શ્રી કૃષ્ણના આ પાવન સ્વરુપનો મહિમા. 

એક એવુ મંદિર જ્યાં ભક્તિ અને જ્ઞાનનો જોવા મળે છે સમન્વય..એક એવુ મંદિર જ્યાં નિત્ય ગુંજે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણનો નાદ..એક એવુ મંદિર જ્યાં રાધા સંગ નિલવર્ણી કૃષ્ણની સુંદર પ્રતિમા છે સ્થિત..

સૌ કોઇ જાણે છે કે શ્રી હરી વિષ્ણુના તો અનેક રુપ છે..પરંતુ તેમનું સૌથી અનોખુ અને તેમને સૌથી પ્રિય તેમનું સ્વરુપ છે શ્રીકૃષ્ણનું સ્વરુપ…શ્રી કૃષ્ણની લીલાઓ અપરંપાર છે…બાલ્ય અવસ્થાથી લઇને તેમના યૌવન સુધીની તેમની તમામ લીલાઓ સૌને આકર્ષીત કરનારી રહી છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન