do these mahastami upay to get blessing from durga
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • અષ્ટમીએ કરો માતા મહાગૌરીની સાધના, જાણીલો પૂજનનું મહત્ત્વ

અષ્ટમીએ કરો માતા મહાગૌરીની સાધના, જાણીલો પૂજનનું મહત્ત્વ

 | 3:59 pm IST
  • Share

  • 13 ઓક્ટોબરે બુધવારે શારદીય નવરાત્રિએ દૂર્ગા અષ્ટમી
  • નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા અર્ચના
  • માતા ગૌરીનું મહાગૌરી રૂપ અત્યંત સરસ, સુલભ અને મોહક

 

13 ઓક્ટોબરે બુધવારે શારદીય નવરાત્રિનો આઠમો દિવસ છે. નોરતામાં આઠમ, અષ્ટમીનું અનોખુ મહત્ત્વ રહેલુ છે. નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. જે લોકો નવરાત્રિએ વ્રત ન કરી શકે તેઓ અષ્ટમીએ મહાગૌરીનું પૂજન કરી શકે છે. મહાગૌરીની પૂજા કરવાથી આદ્યશક્તિ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

માં મહાગૌરીને હલવા અને પુરી ખુબ પસંદ છે, આથી આ દિવસે તેમને હલવા પુરીનો આને કાળા ચણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ સિવાય માતાને નાળીયેરનો ભોગ ધરાવવામાં આવે છે. જો તમે નવ દિવસ સુધી માતારાણીનું વ્રત ન રાખી શકો તો અષ્ટમીના દિવસે માતાની વિશેષ પૂજા કરીને આશીર્વાદ મેળવી જીવનની મુશ્કેલીઓ પાર કરી શકો છો.

મહાગૌરીના પૂજનનું મહત્ત્વ

મહાગૌરીના પૂજનથી દરેક ભક્તોને સદાયને માટે ભગવતીની કૃપાથી અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે. પોતાના મનને અન્ય ભાવથી એક ચિત્ત કરી મનુષ્યને સદાય માટે પોતાના મનથી ભગવતીના ચરણોની આરાધના કરવી જોઈએ. જે મનુષ્ય મહાગૌરીની પુજામાં બ્રાહ્મણને આમંત્રણ આપી ચંડિપાઠ કરાવે છે. તેને સમસ્ત સુખોની પ્રાપ્તી થાય છે.

માતા ગૌરીનું મહાગૌરી રૂપ અત્યંત સરસ, સુલભ અને મોહક છે. મહાગૌરીની ચાર ભુજાઓ છે. તેમની ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચે વાળા જમણા હાથમાં ત્રિશુળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરૂ અને નીચેના ડાબા હાથમાં વર-મુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે. તેમની ઉપાસનાથી ભક્તોની મુશ્કેલીઓ દૂર થાય છે.

નવરાત્રિનો આઠમો દિવસ માતા મહાગૌરીનો દિવસ ગણાય છે. સરળ સ્વભાવના માતા મહાગૌરીનું રૂપ મોહક છે. તેમનું શસ્ત્ર ત્રિશુળ છે અને વાહન વૃષભ છે. તેમના સર્વ વસ્ત્રો અને આભૂષણો સફેદ હોવાથી તેમને શ્વેતામ્બરધરા પણ કહે છે. શ્રદ્ધાળુઓ પોતાની મુશ્કેલીના નિવારણ માટે માતા મહાગૌરીનું ધ્યાન ધરે છે, તેમની પૂજા કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો