Monday Tips :Do These Tips On Monday For Good Luck
  • Home
  • Astrology
  • સોમવાર છે લક્કી, એક ઉપાય કરો એટલે ઘરની બહાર નીકળતા જ સફળતા તમારી મુઠ્ઠીમાં!

સોમવાર છે લક્કી, એક ઉપાય કરો એટલે ઘરની બહાર નીકળતા જ સફળતા તમારી મુઠ્ઠીમાં!

 | 11:59 am IST

સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત થાય છે. આ દિવસે ચંદ્ર ગ્રહના કેટલાક ઉપાય કરવાથી સફેદ વસ્તુઓનું સેવન કરવાથી આપણા શરીરમાં સૌથી મહત્વનું રહેલુ અંગ એટલે કે ચંચળ મન અને જળનું પ્રતિનિધિત્વ કરી શકશો. કુંડળીમાં આ ચતુર્થભાવનો કારક પણ માનવામાં આવે છે. એટલે સોમવારે જો ભગવાન શિવજીની પૂજા અર્ચના કરીને ચંદ્રમાના ઉપાય કરીએ તો ખુભજ શુભફળ પ્રાપ્ત થાય છે. તો આઓ જાણીએ કેટલાક કારગત ઉપાય

આ વસ્તુઓનું કરો સેવન

ચંદ્ર ગ્રહને સફેદ વસ્તુઓ ખુબજ પ્રિય છે આથી સોમવારે સફેદ વસ્ત્ર ધારણ કરવાથી ફાયદો થશે. જમવામાં દુધની સામગ્રીઓનું સેવન કરવુ, સફેદ તલ, અખરોટ, ચોખા, બરફીનો વધારે ઉપયોગ કરવો. દાન પુણ્યમાં પણ સફેદ વસ્તુઓની વધારે વપરાશ કરવી.

આ વસ્તુઓને શિવલિંગ પર ચડાવો

આ દિવસે શિવજીને જળાભિષેક દરમિયાન 11 બિલ્વપત્ર અર્પણ કરો. સફેદ તલ ચડાવી અભિષેક કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સોમવારે સફેદ ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી તમામ કષ્ટો દૂર થશે. ગૌમાતાનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ રહેલું છે. જે સ્થાન પર ગાય બેસે છે તે સ્થાન ખુબજ પવિત્ર માનવામાં આવે છે.

ખીર બનાવી કરો દાન

સોમવારે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, કોઈ સફેદ કપડું, ખાંડ દાન કરશો તો ખુબજ સારૂ થાય છે. આ દિવસે ખાસ તો ખીર બનાવી પ્રસાદ ગરીબોને વહેંચવાથી લક્ષ્મીજીનો વાસ કાયમી ઘરમાં થાય છે. આ તમામ ઉપાયો આપણા શાસ્ત્રોમાં વર્ણવાયા છે અને ખુબજ સાત્વીક તેમજ શુદ્ધ હોવાથી સચોડ પરિણામ આપે છે.

આ Video જુઓ: ગણેશના સ્ત્રી સ્વરુપનું રહસ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન