આજે ગણતંત્ર દિવસે આ 5 કામ કરીને તમારી દેશભક્તિની ફરજ બજાવો - Sandesh
  • Home
  • India
  • આજે ગણતંત્ર દિવસે આ 5 કામ કરીને તમારી દેશભક્તિની ફરજ બજાવો

આજે ગણતંત્ર દિવસે આ 5 કામ કરીને તમારી દેશભક્તિની ફરજ બજાવો

 | 4:15 pm IST

ઘર, ઓફિસના રોજિંદા કામો, વધારાનું કામ આપણે હોંશેહોંશે કરી નાખીએ છીએ. આપણે પરિવારના સદસ્યો, મિત્રો અને સંબંધીઓ પ્રત્યેની આપણી ફરજ પૂરતી નિષ્ઠાથી નિભાવીએ છીએ. પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજ જ ચૂકી જઈએ છીએ. આ ફરજમાં એક ભારતીય તરીકે તમારે કોઈ ભારે સામાન ઉપાડવાનો નથી, પરંતુ કેટલાક એવા કામ કરવાના છે, જે તમને મનમાં સંતોષ આપે. આ ફરજ બજાવ્યા પછી તમને દેશ માટે કંઈક કર્યાનો અહેસાસ થશે. આજે 26મી જાન્યુઆરી છે, તો નીચે જણાવેલા પ કામો દર વર્ષે કરવાનું પ્રણ લો. દર વર્ષે ભૂલ્યા વગર આ કામ જરૂરથી કરજો.

રાષ્ટ્રગાન વાગે તો ઉભા થઈ જાઓ
રાષ્ટ્રગાન વાગે તો ઉભા રહીને તેને માન આપવાની દરેક દેશવાસીની ફરજ છે. ત્યારે અનેક ભારતીયો પોતાની આ ફરજ ભૂલી જાય છે. જે બતાવે છે કે તમને તમારા દેશ પ્રત્યે પ્રેમ નથી. તેથી આજે જ પ્રણ લો કે હવે ક્યાંય પણ રાષ્ટ્રગીત વાગે તો ત્યાં જ ઉભા રહીને તમારી ફરજ બજાવશો.

ઝંડો દેખાય તો રસ્તા પરથી ઊંચકી લેજો
15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ આવે એટલે પ્લાસ્ટિક, કાગળના ઝંડાનું માર્કેટમા મોટાપાયે વેચાણ થાય છે. આખા દિવસ લોકો તેને લગાવીને ફરે છે, પણ જેમ દિવસ પૂરો થાય તેમ તેને રઝળતા ફેંકી દે છે. જે તેનું અપમાન છે. તેથી આજે નક્કી કરો, જો આવતીકાલે તમને રસ્તા પર ધ્વજ રઝળતો દેખાય તો તેને ઊંચકી લેશો.

એક છોડ વાવો
દેશ પ્રત્યેની ફરજ જેટલી જરૂરી છે, તેટલી જ પ્રકૃતિ પ્રત્યેની પણ છે. તેથી આજે ગણતંત્ર દિવસ પર એક પ્લાન્ટ રોપીને તેને ઉછેરો.

વર્ષે એકવાર બ્લડ ડોનેટ કરો
ગણતંત્ર દિવસ પર તમે સમાજ પ્રત્યેની આ ફરજ પણ બજાવી શકો છો. દર વર્ષે ભૂલ્યા વગર અચૂક બ્લડ ડોનેટ કરો. આવી રીતે તમે પણ સ્વસ્થ રહી શકશો.

કોઈ જરૂરિયાતમંદને મદદ કરવા હંમેશા તૈયાર રહો
મદદ એટલે રૂપિયાની મદદ જ નહિ. રૂપિયા વગર પણ તમારો સમય આપીને તમે કોઈની મદદ કરી શકો છો. જેમ કે, રસ્તા પર અકસ્માત થાય તો બચાવકાર્ય, કોઈ ગરીબને શિક્ષણમાં મદદ વગેરે જેવી…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો